કાશ્મીરી યુવકનું કારસ્તાન, ચાલતી ટ્રેનની નીચે સૂઈ ગયો, VIRAL VIDEO - Sandesh
NIFTY 10,799.85 -17.85  |  SENSEX 35,548.26 +-73.88  |  USD 67.9850 -0.03
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • કાશ્મીરી યુવકનું કારસ્તાન, ચાલતી ટ્રેનની નીચે સૂઈ ગયો, VIRAL VIDEO

કાશ્મીરી યુવકનું કારસ્તાન, ચાલતી ટ્રેનની નીચે સૂઈ ગયો, VIRAL VIDEO

 | 11:48 am IST

કાશ્મીરનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. વીડિયોમાં એક યુવક મોતને મ્હાત આપવાનો સ્ટંટ કરે છે અને પછી ખુશી વ્યક્ત કરે છે. આ વીડિયોને લોકો સોશિયલ મીડિયા પર વખોડી રહ્યા છે અને યુવક પર સખત કાર્યવાહી કરવાની માગ કરી રહ્યા છે.

આ વીડિયોમાં એક યુવક રેલવેના પાટા પર ઊંધો સૂઈ ગયો છે અને પછી તેજ રફ્તારવાળી ટ્રેન તેના પરથી પસાર થઈ જાય છે. આ સમગ્ર ઘટનાને તેના મિત્રએ રેકોર્ડ કરી છે. ટ્રેન પસાર થયા બાદ પોતાને કંઈ જ ન થતા યુવક ખુશી વ્યક્ત કરીને જોરથી બૂમબરાડા પાડે છે. આ વીડિયો પર કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ નારાજગી વ્યક્ત કરી છે. તેમણે પોતાના અધિકારિક ટ્વિટર હેન્ડલથી આ વીડિયો ટ્વિટ કરીને લખ્યું કે, સાહસ બતાવવા માટે આવી હરકતો કરવી ખોટી છે. મને આ યુવાઓની બેવકૂફી પર વિશ્વાસ નથી થઈ રહ્યો.

સોશિયલ મીડિયામાં આ વીડિયોને લઈને ચિંતા વ્યક્ત કરાઈ. તેમજ વોટ્સએપ અને સોશિયલ મીડિયામાં તેને શેર ન કરવાની અપીલ કરી હતી. લોકોનું કહેવું છે કે, આવા વીડિયો શેર કરવાથી બીજા યુવકોનો પણ જીવ જઈ શકે છે, જો તેઓ પણ આવા સ્ટંટ કરે તો.