Kashmira Shah strict warning to arti singh said not to lock in bathroom
  • Home
  • Featured
  • PHOTOS: કાશ્મીરાએ આરતીને કહ્યું- તને ચોખ્ખુ કહીં દઉં કે કોઈની સાથે બાથરૂમમાં ન ઘુસતી, બાકી…

PHOTOS: કાશ્મીરાએ આરતીને કહ્યું- તને ચોખ્ખુ કહીં દઉં કે કોઈની સાથે બાથરૂમમાં ન ઘુસતી, બાકી…

 | 5:49 pm IST

બિગ બોસ 1માં સ્પર્ધક રહેલી કાશ્મીરા શાહની જર્નીને લોકોએ ઘણી પસંદ કરી છે. હવે સિઝન 13માં એની નણદ આરતી સિંહે ભાગ લીધો છે અને એ સ્પર્ધક તરીકે છે. આરતી સિંહને બિગ બોસમાં જતા પહેલા કાશ્મીરાએ 3 ટિપ્સ આપી છે. કાશ્મીરાએ આરતીને ચોખ્ખી ચેતવણી આપી છે કે, બાથરૂમમાં કોઈની સાથે બિલકુલ ન જતી. નહીંતર હું તને અંદર આવીને જોરદાર માર મારીશ.

કાશ્મીરાએ કહ્યું કે, મે આરતીને કહી જ રાખ્યું છે કે અમને શરમિંદા ન કરતી, બાકી તારે સૌથી પહેલા મારા વિશે ચિંતા કરવી પડશે. કાશ્મીરાએ કહ્યું- મે ફિલ્મોમા સ્ટ્રોંગ અને નેગેટિવ રોલ કર્યા છે. મારૂ માનવું છે કે છોકરીઓનું ઘરેણું એનું માન સન્માન હોય છે. જો એ જ નહીં રહે તો બીજું શું બચશે.

બીજી ટિપ્સ વિશે વાત કરી કે, મે આરતીને કહ્યું હતું કે કોઈ કામ કરવાથી ક્યારેય ના નહીં પાડવાની. કારણ કે કોઈ કામ નાનુ મોટું નથી હોતું. ત્રીજી ટિપ્સ વિશે કહ્યું કે, મે આરતીને કોઈ મુદ્દામાં પડવાની ના પાડી. પણ એ બધા મુદ્દામાં વચ્ચે ઘુસે છે. કાશ્મીરાની એવી ઈચ્છા છે કે, આરમી આ 13મી સિઝન જીતે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન