NIFTY 10,186.60 -38.35  |  SENSEX 32,941.87 +-91.69  |  USD 65.4150 -0.01
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • કાશ્મીરમાં એક જવાન શહીદ અથડામણમાં એક આતંકી ઠાર

કાશ્મીરમાં એક જવાન શહીદ અથડામણમાં એક આતંકી ઠાર

 | 4:34 am IST

શ્રીનગર :

જમ્મુ એન્ડ કાશ્મીરનાં કુલગામ ખાતે કાઝીગુંડામાં મંગળવારે સવારથી આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે ઘમસાણ એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. જેમાં એક આતંકીને ઠાર કરવામાં આવ્યો છે. આ અથડામણમાં એક જવાન શહીદ થયો છે અને એક પોલીસ જવાનને ઈજા થઈ છે. પ્રાપ્ત અહેવાલો મુજબ સુરક્ષાદળોએ આતંકીઓને ઘેરી લીધા હતા. તેમને પકડવા માટે હવે સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. પોલીસના જણાવ્યા મુજબ સુરક્ષાદળોને કાઝીગુંડાનાં નૌબગ ગામમાં આતંકીઓ છુપાયા હોવાનાં અહેવાલ મળ્યા હતા. આ પછી આખા ગામને ઘેરી લેવામાં આવ્યું હતું. આતંકીઓ દ્વારા સામેથી સુરક્ષાદળો પર ફાયરિંગ શરૂ કરાયું હતું. આ પછી સુરક્ષાદળોએ વળતો જવાબ આપ્યો હતો.

૨૦ વર્ષનો ફૂટબોલર માજિદ ખાન તોયબામાં જોડાયો

કાશ્મીરમાં યુવાનોને આતંકી બનાવવાનું મિશન આતંકી ગ્રૂપ દ્વારા હાથ ધરાયું છે જેમાં ૨૦ વર્ષનો ફૂટબોલર માજિદ ખાન લશ્કર-એ-તોયબામાં જોડાતા તેના પરિવારને આંચકો લાગ્યો છે. અનંતનાગનો માજિદ જિલ્લા સ્તરે ફૂટબોલ સ્ટાર છે. માજિદ ખાન આતંકી સંગઠનમાં જોડાતા તેનો પરિવાર મિત્રો અને સગાઓને આંચકો લાગ્યો છે. એકે-૪૭ સાથે માદિજની તસવીર વાઇરલ થતાં તેના પરિવારને આની જાણ થઈ હતી.

;