Kashmiri Pandits Should be Rehabilitated in J&K
  • Home
  • NRI
  • અમેરિકામાં વિસ્થાપિત કાશ્મીરી પંડિતોએ કેન્દ્ર સરકાર પાસે કરી મોટી માંગણી

અમેરિકામાં વિસ્થાપિત કાશ્મીરી પંડિતોએ કેન્દ્ર સરકાર પાસે કરી મોટી માંગણી

 | 1:04 pm IST

અમેરિકામાં કાશ્મીરી પંડિતોના એક સંગઠને કેન્દ્ર સરકાર પાસે પોતાના સમુદાયના વિસ્થાપિતોના પુનર્વાસની માંગણી કરી. બેઠકમાં કાશ્મીરી પંડિતોએ રાજ્યમાંથી પલાયનને ત્રાસદીપૂર્ણ અનુભવ અંગે જણાવ્યું હતું.

કાશ્મીરી પંડિતોના એક વિદેશી સંગઠને જમ્મુ-કાશ્મીરને કેન્દ્રશાસિત રાજ્ય બનાવ્યા બાદ ત્યાં કાશ્મીરી પંડિતોના પુનર્વાસ કરવાની ભારત સરકાર તરફથી મંગળવારના રોજ અપીલ કરી. કાશ્મીરી ઓવરસીઝ એસોસીએશન એ કહ્યું કે સંવિધાનની કલમ 370 અને 35એ પર સરકારનો તાજેતરનો નિર્ણય અમારા અસ્તિત્વ પર સીધી અસર પાડે છે. 3 દાયકા પહેલાં બળપૂર્વક નિષ્કાસન બાદ પહેલી વખત આશાનું નવું કિરણ અમારા સમુદાયને ઉર્જા આપી રહ્યું છે.

વિસ્થાપિત પંડિતોએ પોતાની વેદના ઠાલવી

કાશ્મીરી પંડિત સમુદાયના લોકો કલમ 370ની મોટાભાગની જોગવાઇઓને સમાપ્ત કર્યા બાદની સ્થિતિ પર ચર્ચા માટે વીકેન્ડમાં વોશિંગ્ટન ડીસીના મેરિલેન્ડમાં ભેગા થયા હતા. તેમણે કહ્યું કે આ નવા પગલાંએ પીડા અને નુકસાનની ભૂલી વિસરાયેલી યાદોને તાજી કરી દીધી. કેઓએના અધ્યક્ષ શકુન મલિકે એક નિવેદનમાં કહ્યું અમારા બધાની પાસે ખોવાયેલ બાળપણ, ઘર છૂટવાનું અને મિત્રોથી વિખૂટા પડવાનું, દગાબાજી અને અમને નકારવાની, અમને વિસ્થાપિત કરવાની પોત-પોતાની કહાનીઓ છે.

પંડિતોએ કાશ્મીરમાં શાંતિ સ્થાપિત કરવાની કરી માંગણી

સંગઠને એક પ્રસ્તાવ રજૂ કરીને ભારત સરકારને અપીલ કરી કે તેઓ જમ્મુ-કાશ્મીરમાં સશક્તિકરણ, સતત વિકાસ, અને પૂર્ણ સુરક્ષાનું વાતાવરણ સ્થાપિત કરે. પ્રસ્તાવમાં કેન્દ્ર પાસેથી એ કાર્યક્રમો અને સેવાઓને વિકસિત કરવાની અપીલ કરી જે નવા સ્થાપિત જમ્મુ અને કાશ્મીર રાજ્યમાં કાશ્મીરી પંડિત સમુદાય માટે સુરક્ષા, નોકરી, વેપારની તક, સ્વાસ્થ્ય દેખભાળ, શિક્ષણ અને સાંસ્કૃતિક સંરક્ષણ, અને સંવર્ધન પ્રદાન કરે. તેમાં કાશ્મીરી પંડિતોના પુનર્વાસની પણ માંગણી કરી છે.

આ વીડિયો પણ જુઓ – અમરેલી ખાંભા સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન