NIFTY 10,141.15 -6.40  |  SENSEX 32,400.51 +-1.86  |  USD 64.2600 -0.07
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Columnist
  • કાશ્મીરમાં અલગાવવાદી, આતંકી અને રાજનેતાઓની ભૂમિકા

કાશ્મીરમાં અલગાવવાદી, આતંકી અને રાજનેતાઓની ભૂમિકા

 | 2:04 am IST

સામયિક

જમ્મુ-કાશ્મીરની સ્થિતિ રોજેરોજ વધુ બગડે તેવી પરિસ્થિતિ રોજ પેદા થાય છે અને તે સાથે સામાન્ય નાગરિકોની સુરક્ષાનો પ્રશ્ન પણ વિચારણા માગી લે છે. સોશિયલ મીડિયા પર ૯ એપ્રિલે કાશ્મીરખીણમાં જે પ્રકારે શ્રીનગર સંસદીય ક્ષેત્રની પેટાચૂંટણીના વિરોધમાં અલગાવવાદીઓ અને તેમના ટેકેદારો દ્વારા સીઆરપીએફના સુરક્ષાસભ્યો પર થતા એકતરફી અત્યાચારોના ૩-૪ વીડિયોએ તમામ દેશભક્તોને હચમચાવી મૂક્યા છે. તેમને વધુ ચિંતાતુર બનાવતાં રાષ્ટ્રીય સ્વાભિમાનને ઠેસ પહોંચાડનાર એક વીડિયોમાં યુવાઓની હિંસક ભીડ બે જવાનોને ખરાબ રીતે માર મારી રહી હતી તો અન્ય વીડિયોમાં કેટલાક છોકરાઓ જવાનોને લાતોથી મારતા નજરે પડતા હતા. ફરજ પૂરી કરી પરત ફરતા જવાનોને યુવાનો કહેતા નજરે પડયા હતા કે ‘ગો ઈન્ડિયા ગો’ જાલીમો અમારું કાશ્મીર છોડો. કેટલાકે જવાનોની હેલ્મેટ ઉતારી લીધી. કેટલાકે યુનિફોર્મની અન્ય વસ્તુઓ લૂંટી લીધી હતી. આવાં તો અસંખ્ય દૃશ્યો રોજેરોજ જોઈ શકાય છે. આપણા લશ્કરી જવાનો અપમાન, મારામારી, લૂંટ વગેરે થતાં છતાં સંયમ જાળવે છે. આત્મરક્ષણ માટે પણ તેઓ કોઈને ડરાવી ન શકે, દૂર ભગાડી ન શકે કે ન મારી શકે તે માટે હથિયારો નથી અપાતાં. આ કેવું શિસ્ત કહેવાય? જેનાં બંધનથી ગંભીર ઈજાથી પીડાતા જવાનો બેસી પણ ન શકે. વહીવટી સત્તા જ આત્મઘાતી જણાય છે. આવી નીતિને તેઓ વખોડે છે. તે સિવાય તેઓ કંઈ કરી શકતા નથી. સીઆરપીએફના એક અધિકારી જણાવે છે કે, એક બાબત સ્પષ્ટ છે કે, આવા વીડિયો તે માનવઅધિકારવાદીઓને સચ્ચાઈ જણાવે છે જે સુરક્ષાદળો પર અકારણ બળપ્રયોગ કરવાનો આરોપ લગાવતા નથી પણ આ પ્રમાણે રાષ્ટ્રની સુરક્ષા કરનારા જવાનોની આહુતિ અપાશે તો સામાન્ય નાગરિકોની સલામતીનું શું? છેલ્લા થોડા દિવસમાં રોજ સોશિયલ મીડિયા પર ચિત્ર-વિચિત્ર વીડિયો આવે છે ત્યારે એવું જણાય છે કે, કાશ્મીરખીણમાં પથ્થરબાજીએ આપણાં સુરક્ષાદળો પર કેવા અત્યાચાર કર્યા હશે. આ એક સ્વતંત્ર રાષ્ટ્ર પર સીધું આક્રમણ જ કહેવાય. લોકતાંત્રિક મૂલ્યોની ઉપેક્ષા અને તેની માન્યતા પર અપમાનજનક પ્રહાર છે. શું આવા દેશદ્રોહીઓને પ્રોત્સાહિત કરતા રહેવા માટે સુરક્ષાદળોના રાષ્ટ્રરક્ષકો પર પથ્થરમારો, એસિડ અને પેટ્રોલબોમ્બ વગેરેના હુમલા થવા દેવા અને તેમનાં ધૈર્યની પરીક્ષા લેવી, તે પણ કેટલી હદે? જીવનનું બલિદાન આપે ત્યાં સુધી? આ કેવી નપુંસકતા કહેવાય? રાજકારણીઓએ આત્મગ્લાનિ અનુભવવી જોઈએ. માનસિક રીતે જે ઈજા થાય છે તે દિશામાં પણ વિચારવું જોઈએ. શું કોઈ સંવેદના આ દેશભક્તો અને રક્ષકો માટે હવે બાકી છે? જે તેમને અલગાવવાદી અને આતંકવાદીથી સુરક્ષિત રહેવા માટે આગળ આવશે? દેશમાં આઝાદી ઇચ્છનારા કાવતરાખોરોને બંધારણના નીતિ-નિયમનો કોઈ ભય નથી, પરંતુ સુરક્ષાદળોને બંધારણની રક્ષા માટેના નિયમોનું પાલન કરવા માટે કહેવામાં આવે છે અને તેમાં પણ અસામાજિક પરિબળો અડચણો ઊભી કરે છે. આ યોગ્ય નથી. એક વાત ખેદજનક છે કે, આશરે ૧૩૦ કરોડના દેશમાં લાખો નહીં તો, હજારો સેલિબ્રિટીઝ, જાણીતા નેતા, રાજનેતા, ધર્માચાર્યો, અભિનેતા, પત્રકાર, ખેલાડી વગેરે હોવા ઉપરાંત ફક્ત બે ક્રિકેટરો ગૌતમ ગંભીર અને વીરેન્દ્ર સહેવાગે આ અત્યાચારો અંગે ટ્વિટ કર્યું છે અને તેમણે સંવેદનશીલતાનો પરિચય આપ્યો છે. ઓછામાં ઓછું દેશની પ્રથમ પંક્તિમાં આવનારા સમાજના તમામ વર્ગોને આવાં રાષ્ટ્રદ્રોહી કૃત્યોની ભરપૂર ટીકા વ્યાપક રીતે કરવી જોઈએ. જ્યારે કે તેઓ ખુદ અનેક સ્તરે સરકારને સલાહ જ આપતા રહે છે કે કાશ્મીરમાં પથ્થર મારનારાઓ પર પેલેટગનના બદલે અન્ય કોઈ વિકલ્પ અપનાવવો જોઈએ. આ સૂચન કરનારા એમ કેમ નથી કહેતા કે દેશદ્રોહીઓને બચાવનારાનાં ગળામાં ફૂલોની માળા પહેરાવવી જોઈએ. શું વિશ્વમાં એવો કોઈ કાયદો છે કે, ગુનેગારોને સાથ આપવા અથવા તેમની રક્ષા કરવા જે કોઈ આગળ આવે તેને દોષિત માનવામાં નથી આવતા? શું દેશદ્રોહીઓ અને આતંકીઓથી રાષ્ટ્રના જાનમાલની રક્ષા કરવી સરકારની બંધારણીય જવાબદારી નથી?

ન્યાયનાં વર્તુળમાં શું યોગ્ય છે કે, સુરક્ષાકર્મચારીઓ પર પથ્થરમારો, પેટ્રોલ, એસિડના બોમ્બ અને અન્ય ઘાતક હથિયારો સાથે ઘાતક હુમલા કરી આતંકીઓને સુરક્ષા પૂરી પાડી તેમને ભગાડી મૂકવામાં મદદગાર યુવાનોની ભીડને તેઓ કોઈ કારણસર ગેરમાર્ગે દોરાયા છે તેમ કહીને નિર્દોષ માનવામાં આવે છે? આ કેટલું યોગ્ય છે? સૌકોઈ જાણે છે કે, વર્ષોથી કાશ્મીરખીણમાં અલગાવવાદી અને આતંકીઓ પ્રત્યે યુવકને ૫૦૦થી ૧,૫૦૦ રૂપિયા સુધી સુરક્ષાદળો પર હુમલો કરવા આપવામાં આવે છે, પરિણામે અનેક સુરક્ષાકર્મચારીઓ માર્યા ગયા છે. આજે પણ એ જ પરિસ્થિતિ છે. લશ્કરી શસ્ત્રો વગેરેની લૂંટફાટ પણ તેઓ ખૂબ સરળતાપૂર્વક કરે છે. જુલાઈ, ૨૦૧૬ બાદ આ પથ્થર મારનારાઓના સમૂહોએ દક્ષિણ કાશ્મીરમાં જનજીવનને ખોરવી નાખ્યું હતું ત્યાં કફ્ર્યુ પણ લાદવો પડયો હતો. નોટબંધીના દિવસોમાં ચલણ પર અંકુશ મૂકવા આવી પથ્થરબાજી વગેરે ઘટી ગયાં હતાં. ગયા મહિને આપણા લશ્કરી વડાએ જણાવ્યું હતું કે, જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળો મોટી સંખ્યામાં નુકસાન વેઠી રહ્યાં છે. જાનમાલનું નુકસાન થઈ રહ્યું છે, કારણ કે ત્યાંનાં સ્થાનિક લોકો અડચણો ઊભી કરે છે. તેમનો કહેવાનો અર્થ એ હતો.