kastamukti ane sukhsmrudhi mate na saral upayo jano
  • Home
  • Astro
  • કષ્ટમુક્તિ ને સુખપ્રાપ્તિ માટેના સરળ ઉપાયો

કષ્ટમુક્તિ ને સુખપ્રાપ્તિ માટેના સરળ ઉપાયો

 | 4:48 am IST
  • Share

  • દરેકને હોય છે નાની-મોટી તકલીફ 
  • સુખમય જીવન જીવવાના ઉપાયો 
  • સરળ ઉપાયો કરી લાભ મેળવો 

 

દુનિયામાં દરેકને કોઈ ને કોઈ નાની-મોટી મુશ્કેલી કે કષ્ટ હોય છે. તેમાંથી બહાર નીકળવું હોય અને જીવનને સુખમય બનાવવું હોય તો જ્યોતિષશાસ્ત્રમાં વર્ણિત વિવિધ કાર્યો માટેના સરળ ઉપાયો કરીને લાભ મેળવી શકાય છે.

ધનલાભ માટે

શનિવારે સાંજના એટલે કે ગોધૂલિના સમયે અડદના બે આખા દાણા લઈને તેના પર થોડુંક દહીં, સિંદૂર છાંટીને તે પીપળાનાં પાન પર મૂકીને પીપળાના મૂળ પાસે તે મૂકી દેવું. આ પ્રમાણે સતત એકવીસ દિવસ સુધી કરતા રહેવું. આ ક્રિયા કરતી વખતે પરત ફરતાં પાછળ વળીને જોવું નહીં.

ગુરુ ગ્રહની અશુભતા દૂર કરવા

જો ગુરુ (બૃહસ્પતિ) ગ્રહ અશુભ બનીને ખરાબ ફળ આપતો હોય ત્યારે કેસર, દૂધ, ખીર વગેરેનું દાન કરવું. વળી, આ ખીર કોઈ ગુરુને સેવન કરવા માટે અપાય તો તેના પ્રભાવથી ગુરુ સકારાત્મક ફળ આપે છે, કેમ કે વૈવાહિક જીવનમાં સંતુલન જાળવી રાખવા માટે ગુરુ ગ્રહનું શુભ હોવું જરૂરી છે. કેસરના ઉપયોગથી સાત્ત્વિક ગુણો અને સદાચારની ભાવના વધે છે.

વેપારમાં નિકાસની ઉન્નતિ માટે

જે વેપારી પોતાના માલની અન્યત્ર નિકાસ કરતા હોય તેમણે પોતાના માલની નિકાસ વધારવા માટે ચાંદીની વીંટી ધારણ કરવી જોઈએ. પ્રાતઃકાળે સોમવારે વીંટીને ગંગાજળથી ધોઈને ગાયના દૂધમાં ડુબાડી તુલસીનાં પાન, થોડીક સાકર અને સફેદ ફૂલ નાખીને શુદ્ધ કરવી. પછી ધૂપ-દીપ આપીને જે તે આંગળીએ પહેરવી. આ પ્રયોગ પછી વેપારની નિકાસ ઉન્નતિનાં શિખર પર પહોંચી જશે.

મકાન, દુકાન, ઑફિસ, ફેક્ટરી, કંપની વગેરેના દોષ નિવારણ માટે 

દરિદ્રતે તેરા અભિન્ન મિત્ર અકાલ હૈ  

જહાં પર તૂ રહતી હૈ વહાં તેરા મિત્ર અકાલ સ્વયં આ જાતા હૈ  

માતે ઈસ દરિદ્રતા કો તથા અપને સેવક દરિદ્ર કો સદા મુઝસે દૂર રખો.

તભી મૈં તથા મેરા પરિવાર સુખી રહ પાયેગા

ઉપરોક્ત સાબર મંત્રનો સૂર્ય કે ચંદ્ર ગ્રહણ

સમયે સવા લાખની સંખ્યામાં જાપ કરી સિદ્ધ કરી લેવો, પછી તાજા શુદ્ધ જળમાં ગંગાજળ

મેળવીને આ મંત્રને એકત્રીસ વખત અભિમંત્રિત કરી લેવો. આ શુદ્ધ જળનો મકાન, દુકાન, ઓફિસ, ફેક્ટરી કે કંપની વગેરેમાં છંટકાવ કરવાથી સમસ્ત દોષ દૂર થઈ જાય છે.

દક્ષિણ દિશાના વાસ્તુદોષ દૂર કરવા

ઘરની દક્ષિણ દિશા અન્ય દિશાઓથી નીચી હોય, દક્ષિણનો નૈઋત્ય ખૂણો વધુ નીચો હોય અથવા ભૂમિગત જળનો પ્રવાહ હોય ત્યારે આવા વાસ્તુદોષને લઈને ઘરમાં રહેતી ગૃહિણીઓ અપરાધ વૃદ્ધિ કે અનૈતિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલી હોય છે. આવા વખતે દક્ષિણ નૈઋત્યનો વાસ્તુદોષ દૂર કરી દેવો જોઈએ.

વેપાર ક્ષેત્રે ઉન્નતિ સાધવા         

વેપાર ક્ષેત્રે ઉન્નતિ સાધવા માટે વેપારીએ કાચું સૂતર લઈ તેને શુદ્ધ કેસરથી રંગીને તે સુકાઈ જાય પછી પોતાના વેપારના સ્થળે બાંધી દેવું અને નીચેના મંત્રના સવાર-સાંજ 21-21 વખત જાપ કરતા રહેવું. આ મંત્રના જેટલા વધુ જાપ થાય તેટલી વેપાર ક્ષેત્રે ઉન્નતિ સધાય છે.

ઓમ હ્રીં શ્રાીં ક્લીં નમો ભગવતી માહેશ્વરી અન્નપૂર્ણા સ્વાહા ।

શીઘ્ર વિવાહ માટે    

જો કુંડળીમાં બૃહસ્પતિ નિર્બળ હોય તો બૃહસ્પતિનું વ્રત કરવું. સોનાની વીંટીમાં પાંચ રતી પોખરાજ રત્ન અભિમંત્રિત કરાવી પહેરવું. 101 આખા ચોખાના દાણા ચંદનમાં પલાળીને ‘ઁ નમઃ શિવાય’ મંત્ર બોલતાં બોલતાં શિવલિંગ પર અર્પણ કરવા.

આ સિવાય પાર્વતી મંગલ સ્તોત્રનો નિત્ય પાઠ કરવો. ભૃંગરાજ અથવા કેળના વૃક્ષનું મૂળ અભિમંત્રિત કરાવી પહેરવું.

 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો