કાટે નહીં કટતે યે દિન યે રાત કહેની હે તુમસે જો દિલ કી બાત...   - Sandesh
NIFTY 10,936.85 -82.05  |  SENSEX 36,323.77 +-217.86  |  USD 68.5700 +0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • Cine Sandesh
  • કાટે નહીં કટતે યે દિન યે રાત કહેની હે તુમસે જો દિલ કી બાત…  

કાટે નહીં કટતે યે દિન યે રાત કહેની હે તુમસે જો દિલ કી બાત…  

 | 3:54 am IST

લો આજ મેં કહેતી હૂં…આઇ લવ યુ…આઇ લવ યુ…આ સોન્ગ સાંભળતાની સાથે જ આસમાની રંગની સાડી પહેરેલી શ્રીદેવી ઝલક નજર સામે આવે છે. ફિલ્મોમાં જ્યારે પણ હીરોને ઉત્તેજિત કરવા માટે કોઇ સોન્ગ રાખવામાં આવે છે. સોન્ગની સાથે હીરોઇનનું અંગપ્રદર્શન કરવું કે પછી તેના હાવભાવ પણ ઉત્તેજના ઉત્પન્ન થાય તે પ્રકારે રાખવાની ફિલ્મના ડાયરેક્ટરની માંગ હોય છે. પરંતુ આ ઉત્તેજિત ડાન્સ, સોન્ગ પર્ફોમન્સ સંપૂર્ણ પહેરવેશ એટલે કે સાડીમાં પણ થઇ શકે છે. ૧૯૮૭માં આવેલી ફિલ્મ મિસ્ટર ઇન્ડિયામાં આઇ લવ યુ સોન્ગ દ્વારા શ્રીદેવીએ સાબિત કયંર્ુ. આ સોન્ગમાં શ્રીદેવીએ ઉત્તેજિત ડાન્સ કર્યો છે, જેમાં તેને જોઇને અભિનેતાને તેની તરફ આકર્ષક અને ઉત્તેજના થાય તે રીતે તેના હાવભાવ સાથે ડાન્સ હતો. આ પ્રકારનો ડાન્સ અંગપ્રદર્શન કર્યા વિના સિફોન સાડીમાં કર્યો હતો. સામાન્ય રીતે આ પ્રકારના સબજેક્ટ પર જ્યારે ડાન્સ કરવામાં આવે ત્યારે હાવભાવ બિભત્સ લાગતા હોય છે, જ્યારે શ્રીદેવીના હાવભાવ આકર્ષક અને સુંદર હતા. શ્રીદેવીનો આ દેખાવ સોન્ગથી તેને પણ લોકપ્રિયતા મળી હતી. સોન્ગના એક એક શબ્દને તેણે પોતાના હાવભાવ દ્વારા વ્યક્ત કર્યા હતા. મિસ્ટર ઇન્ડિયાના આઇ લવ યુ સોન્ગ ઉપરાંત ચાંદની ફિલ્મમાં, લગી આજ સાવન કી ફીર વો ઝડી હે…માં પીળા રંગની સિફોન સાડીમાં પણ તે ખૂબ જ સુંદર દેખાઇ રહી હતી. તથા જાનબાઝ ફિલ્મમાં હર કિસી કો નહીં મિલતા યહા પ્યાર ઝિંદગી મેં… આ સોન્ગમાં શ્રીદેવી લાલ અને સફેદ સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. શ્રીદેવીના સાડીમાં આકર્ષક અને સુંદર દેખાઇ રહી હતી, ત્યાર બાદ માધુરી દિક્ષીત, રવિના ટંડન, કાજોલ જેવી અભિનેત્રીઓ શ્રીદેવીના પગલે ચાલીને સાડીના પહેરવેશ સાથે બોલ્ડ ડાન્સ કર્યો હતો. શ્રીદેવીના પગલે ચાલતા માધુરી દિક્ષીતનો ધકધક કરને લગા… તથા રવિના ટંડનનો ટીપ ટીપ બરસા પાની… એ પણ ઘણી લોકપ્રિયતા મેળવી હતી.

શ્રીદેવીના દરેક સોન્ગ અને તેની ફિલ્મો હંમેશાં યાદગાર રહેશે, પરંતુ તે બોલ્ડનેસની સાથે સુંદરતા ભાગ્યે જ જોવા મળે છે. જેની શરૂઆત શ્રીદેવીએ કરી, શ્રીદેવીએ અંગ પ્રદર્શન વિના બોલ્ડસીન માત્ર પોતાના સુંદર હાવભાવથી આપી શકાય છે, તેની પરિભાષા સિનેજગતને શ્રીદેવીએ આપી હતી.