Kate Sharma Withdraw Her Case Against Subhas Ghai Under MeToo
  • Home
  • Entertainment
  • Bollywood
  • #MeToo: પોલીસ તપાસથી કંટાળીને આ અભિનેત્રીએ સુભાષ ઘાઈ સામેનો કેસ પાછો ખેંચ્યો

#MeToo: પોલીસ તપાસથી કંટાળીને આ અભિનેત્રીએ સુભાષ ઘાઈ સામેનો કેસ પાછો ખેંચ્યો

 | 11:32 am IST

તાજેતરમાં મૉડલ અને એક્ટ્રેસ કેટ શર્માએ બોલીવુડનાં દિગ્ગજ ડાયરેક્ટર સુભાષ ઘાઈ પર જાતિય શોષણનો આરોપ લગાવ્યો હતો. આ મામલે કેટ શર્માએ સુભાષ ઘાઈ સામે કેસ પણ નોંધાવ્યો હતો. તો હવે સમાચાર આવી રહ્યા છે કે કેટ શર્માએ પોતાનો નિર્ણય બદલતા કેસ પાછો લઈ લીધો છે. સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે કેટે પોલીસને આપેલા પોતાના લેખિત નિવેદનમાં કહ્યું છે કે, જે રીતે આ કેસની તપાસ થઈ રહી હતી તેનાથી તે પરેશાન હતી. તેણે કહ્યું કે તે પોતાની બીમાર માતાની સંભાળ રાખવા ઇચ્છે છે અને તેના જાતિય શોષણનાં આરોપ બાદ પરિવાર ઘણો ચિંતિત છે. લોકો MeToo અભિયાનની મજાક ઉડાવી રહ્યા છે અને ના તો આ મામલે કોઈની ધરપકડ થઈ રહી છે.

કેટે કહ્યું કે, “જો પોલીસ ફક્ત કેસ જ નોંધતી રહેશે તો આ અભિયાનનો કોઈ જ ફાયદો નથી.” પોલીસ અધિકારીઓએ પણ કહ્યું છે કે તેઓ કેટ શર્માનું નિવેદન નોંધવા ઇચ્છે છે, પરંતુ તેણે કેસ પરત લઇ લીધો છે. એક્ટ્રેસ અને મૉડલ કેટ શર્માએ સુભાઈ ઘાઈ વિરુદ્ધ વર્સોવા પોલીસ સ્ટેશનમાં જાતિય શોષણનો કેસ નોંધાવ્યો હતો.

તેણે પોતાની ફરિયાદમાં કહ્યું હતુ કે, “6 ઑગષ્ટની પાર્ટી દરમિયાન ઘાઈએ જબરદસ્તીથી કિસ કરવાનો પ્રયત્ન કર્યો હતો. સુભાષ ઘાઈએ ઑગષ્ટમાં મને પોતાની પાસે બોલાવી અને મસાજ કરવા કહ્યું. આ દરમિયાન ત્યાં 5-6 લોકો હાજર હતા.” તો બીજી તરફ સુભાષ ઘાઈએ પોતાની પર લાગેલા આ આરોપોને ખોટા ગણાવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન