katie-boumans-actual-contributions-to-the-historic-black-hole-image
  • Home
  • Featured
  • 29 વર્ષની મહિલાના કારણે બ્લેકહોલની તસ્વીર દુનિયા સામે આવી, જાણો કારણ

29 વર્ષની મહિલાના કારણે બ્લેકહોલની તસ્વીર દુનિયા સામે આવી, જાણો કારણ

 | 11:01 am IST

વૈજ્ઞાનિકોએ 10 એપ્રિલે સમગ્ર દુનિયાને બ્લેક હોલની ઐતિહાસિક તસ્વીર દેખાડી, જે આપણે ફક્ત એમ્યુલેટર અને ગ્રાફિક તરીકે જ જોઈ હતી. પરંતુ 200 વૈજ્ઞાનિકો દ્વારા આ અસાધારણ બ્લેક હોલની વાસ્તવીક તસ્વીર પાડવા સક્ષમ રહ્યાં છે. આ 200 વૈજ્ઞાનિકોની ટીમમાં એક મહિલા છે જેના કારણે દુનિયા બ્લેક હોલની તસ્વીર જોઈ શકી. તે મહિલાનું નામ છે કૈથરીન બૂમેન. મૌસાચુસેટ્સ ઈંસ્ટીટ્યૂટ ઓફ ટેકનોલોજીમાંથી ગ્રેજ્યુએટ થયેલી કૈથરીને આ સફળતા પોતાના એલ્ગોરિધમ દ્વારા મેળવી છે.

કૈથરીન ખગોળશાસ્ત્રી નથી. તે કમ્પ્યુટર અલગોરિધમની વિશેષજ્ઞ છે. તે ખગોળશાસ્ત્રીઓ દ્વારા પ્રાપ્ત થયેલી બ્રહ્માંડીય બાઈનરી ડેટાને તસ્વીરનું રૂપ આપે છે. તેવુંજ કૈથરીને બ્લેક હોલની તસ્વીરના ડેટા દ્વારા કર્યું હતું કૈથરીને બ્લેકહોલના ડેટાનું નિરીક્ષણ કરીને તેને તસ્વીરનુ રૂપ આપી દુનિયાને બ્લેકહોલની તસ્વીર દુનિયા સામે લાવી હતી.

ખગોળશાસ્ત્રીઓએ બુધવારે બ્લેકહોલની પ્રથમ તસ્વીર જાહેર કરી હતી. બ્રહ્માંડમાં આવેલ બ્લેકહોલમાં મજબુત ગુરુત્વાકર્ષણ હોય છે અને તે તારાઓને પોતાની અંદર સમાવી લે છે. બ્લેકહોલ આશરે 500 મિલિયન ટ્રિલિયન કિલોમીટર દુર છે. જેને આઠ અલગ-અલગ ટેલીસ્કોપની મદદથી તસ્વીરના ડેટાને મેળવવા સક્ષમ રહ્યાં છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન