કેટી પેરીએ મહાકાલી માતાની તસવીર શેર કરી વિવાદ છેડયો - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.1200 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • કેટી પેરીએ મહાકાલી માતાની તસવીર શેર કરી વિવાદ છેડયો

કેટી પેરીએ મહાકાલી માતાની તસવીર શેર કરી વિવાદ છેડયો

 | 1:48 am IST

આંતરરાષ્ટ્રીય પોપ સ્ટાર કેટી પેરીએ સોશિયલ વેબસાઇટ ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે જેને પગલે તે વિવાદોનાં વમળમાં ઘેરાઈ ગઈ છે. કેટીએ બુધવારે પોતાની ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ પર આસુરી શક્તિઓનો નાશ કરનારી મહાકાલી માતાની તસવીર શેર કરતાં લખ્યું હતું કે મારો વર્તમાન મૂડ કંઈક આવો છે. ઘણા ભારતીય યૂઝર્સને કેટીની આ પોસ્ટ પસંદ પડી નહોતી અને કેટલાકે તેની ટીકા કરવાનું શરૂ કરી દીધું હતું. એક ભારતીય યૂઝરે તેને ચેતવણી આપતાં જણાવ્યું હતું કે ભારતીય દેવીઓનું અપમાન ના કરો… આને તમારા મૂડ સાથે કોઈ લેવાદેવા નથી… આ તસવીર રદ કરી દો. અન્ય એક યૂઝરે લખ્યું હતું કે ધાર્મિક તસવીરનો પ્રયોગ પોતાના મૂડ દર્શાવવા માટે કરવામાં આવે એ વાત સારી નથી. આ હિંદુ સમુદાય માટે થોડું આપત્તિજનક છે, કારણ કે આ દેવી ભારતમાં શક્તિ અને બહાદુરીનું પ્રતીક મનાય છે. કેટી પેરીએ વર્ષ ૨૦૧૦માં રસેલ બ્રાન્ડ સાથે હિંદુ પરંપરા અને ધાર્મિક રીતથી રાજસ્થાનમાં લગ્ન કર્યાં છે.