ઋતિક અને કેટરિનાનો ડાન્સ વીડિયો ધડાધડ વાયરલ, આવું થયું અને અભિનેતા સ્ટેપ ભૂલી ગયો!
કેટરિના કૈફ(Katrina Kaif) અને ઋતિક રોશન (Hrithik Roshan)નું ગીત ‘બેંગ-બેંગ'(Bang Bang) ખૂબ જ હિટ રહ્યું હતું. હવે હાલમાં જ ‘બેંગ બેંગ’ ગીતનો મેકિંગ વીડિયો ઇન્ટરનેટ પર સામે આવ્યો છે. આ વીડિયોમાં કેટરિના કૈફ અને ઋત્વિક રોશન ડાન્સની પ્રેક્ટિસ કરતા જોવા મળી રહ્યા છે. વીડિયોમાં જોઇ શકાય છે કે ઋત્વિક રોશન(Hrithik Roshan Video) એક સ્ટેપ મિસ કરી જાય છે અને તેની ભૂલ પડે છે. ત્યારબાદ તે ફરી શૂટિંગ શરૂ કરે છે.
કેટરિના કૈફ અને ઋતિક રોશનનો આ વીડિયો તેની ફેન ક્લબ દ્વારા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ (Instagram Account) પર શેર કરવામાં આવ્યો છે. બંનેના આ વીડિયોને એક લાખ 44 હજારથી વધુ વ્યૂ મળી ચૂક્યા છે. કેટરિના અને ઋતિકના આ વીડિયો પર લોકો ખૂબ જ ટિપ્પણી કરી રહ્યા છે અને તેનો પ્રતિસાદ આપી રહ્યા છે. તો તમે પણ જુઓ આ વીડિયો…
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન