katrina kaif became highet paid actress after telugu debut film
  • Home
  • Featured
  • એક તેલુગુ ફિલ્મ કરીને કેટરિના સૌથી મોંઘી અભિનેત્રી બની ગઈ હતી, બોલિવૂડના કોલ પર કોલ આવતાં!

એક તેલુગુ ફિલ્મ કરીને કેટરિના સૌથી મોંઘી અભિનેત્રી બની ગઈ હતી, બોલિવૂડના કોલ પર કોલ આવતાં!

 | 10:28 pm IST

કેટરિના કૈફ હાલમાં બોલિવૂડની એક મોંઘી અભિનેત્રી છે. પણ તેણે 2004માં સાઉથ ઈન્ડસ્ટ્રીમાંમાં પ્રવેશ કર્યો હતો. આ ફિલ્મ સાથે તે સૌથી વધુ કમાણી કરનારી અભિનેત્રી બની ગઈ હતી. કેટરિના કૈફે 2003માં ગુલશન ગ્રોવર અને અમિતાભ બચ્ચનની ફિલ્મ બૂમથી બોલિવૂડમાં એન્ટ્રી લીધી હતી. ત્યારબાદ તેણે 2004માં સાઉથ ઈન્ડિયન ફિલ્મ મલ્લિશ્વરી સાઇન કરી હતી. આ ફિલ્મમાં તે વૈંકટેશની સાથે જોવા મળી હતી.

કેટરિના અને વૈંકટેશની ફિલ્મ ખુબ સારી ચાલી હતી. ફિલ્મ રિલીઝ થતાંની સાથે જ કેટરિના તે દિવસોમાં સાઉથની સૌથી વધુ કમાણી કરનારી અભિનેત્રી બની ગઈ. આ તેલુગુ ફિલ્મ ખૂબ જ સફળ બન્યા પછી, કેટરીનાએ 2005માં ‘અલ્લારી પીડુગુ’ અને 2006માં મલયાલમ ફિલ્મમાં કામ કર્યું હતું. કેટરિનાએ એક ઇન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે, તે સમયે તે અન્ય મોડેલોની તુલનામાં મારુ શરીર થોડું વધારે હતું.

કેટરિનાએ કહ્યું હતું કે-તેને ઘણા કોલ આવતા હતા. કોઈ હિન્દી અભિનેતાને આપવામાં આવે તેટલા સૌથી વધુ રકમની ઓફર કરવામાં આવી હતી. તેમ છતાં તેણે ત્યાં સુધી કોઈ હિન્દી ફિલ્મ કરી નહોતી. બોલિવૂડ ફિલ્મ્સની વાત કરીએ તો કેટરીનાની છેલ્લી ફિલ્મ ‘ભારત’ હતી. તે આ ફિલ્મમાં સલમાન ખાનની સાથે જોવા મળી હતી. તે હવે અક્ષય કુમાર, અજય દેવગન અને રણવીર સિંહની સામે રોહિત શેટ્ટીની ફિલ્મ સૂર્યવંશીમાં જોવા મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન