salman gifted katrina kaif buys a luxurious range rover worth rs 65 lakh
  • Home
  • Entertainment
  • Bollywood
  • સલમાન ખાને આ એકટ્રેસને ગીફ્ટમાં આપી લકઝરી કાર, કિંમત જાણી ચોંકી જશો !

સલમાન ખાને આ એકટ્રેસને ગીફ્ટમાં આપી લકઝરી કાર, કિંમત જાણી ચોંકી જશો !

 | 3:46 pm IST

કેટરીના કૈફે દુબઈમાં ટૂરથી પરત ફર્યા બાદ પોતાની લક્ઝરી કાર કલેક્શનમાં નવી રેંજ રોવરને એડ કરી છે. 50થી 65 લાખની કિંમતની આ લક્ઝરી કારના નવા નંબર માટે કેટરીના કૈફે રજિસ્ટ્રેશન કરાવ્યુ છે. કેટલાક રિપોર્ટ્સમાં આ પણ ચર્ચા છે કે કેટરીના કૈફને આ કાર સલમાન ખાને ગિફ્ટ આપી છે.

રિપોર્ટસ અનુસાર સલમાન ખાને થોડા સમય પહેલા 4 લક્ઝરી કાર ખરીદી હતી. તમામ કારની કિંમત 50 લાખ રૂપિયા છે. આમાં એક કાર સલમાને પોતાના માટે એક કાર પોતાની બહેન અર્પિતા માટે, ત્રીજી ભાઈ અરબાઝ માટે અને ચોથી કાર કેટરીના કૈફ માટે ખરીદી હતી. સૂત્રોના આધારે રિપોર્ટસમાં કહેવામાં આવ્યુ છે કે કેટરીના લક્ઝરી કારના ટૉપ મોડલ પસંદ કર્યા છે. તેમના કલેક્શનમાં પહેલા જ ઓડી હતી.

છેલ્લા કેટલાક સમયમાં કેટરીના કૈફ અને સલમાન ખાન દુબઈમાં દબંગ ટૂર માટે ગયા હતા. ત્યાં મૌસમ ખરાબ હોવાથી ટૂર કેન્સલ થઈ હતી. વર્કફ્રંટની વાત કરીએતો કેટરીના કૈફ ફિલ્મ ઝીરો પછી સલમાન ખાન સાથે ભારતમાં નજર આવશે. કેટરીના કૈફે સોશિયલ મીડિયા પર સલમાન સાથેની તસવીરો શેર કરી છે.

ફિલ્મનું શૂટીંગ અબુધાબીમાં થયુ છે. ફિલ્મમાં સલમાન ખાન 27 વર્ષથી લઈને 65 વર્ષ સુધી અલગ અલગ ફેઝમાં નજરે આવશે. સલમાન ખાનની આ ફિલ્મ ઈન ઓડ ટૂ માઈ ફાધરની રિમેક છે. ફિલ્મમાં દિશા પટ્ટણી અને તબ્બૂ નજરે ચડશે.

સલમાન અને કૈટરીના લાંબા સમયથી રિલેશનમાં રહ્યા હતા. હવે સલમાને જ્યારે આટલી મોંઘી કાર ભેટ આપી ત્યારે એ વાત પાકી છે બંનેની દોસ્તી આજે પણ એટલીજ મજબૂત છે. પ્રશંસકો પણ આ લોકોની જોડીને ખુબજ પસંદ કરે છે. સારી વાત એ છે કે આ બંને કલાકારો સતત ફિલ્મોમાં સાથે દેખાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન