Katrina kaif did Wrong Aarti Of Ganpati Bappa
  • Home
  • Featured
  • કેટરીના કૈફે ઉતારી ગણપતિ બાપ્પાની ઉંધી આરતી! જુઓ વિડીયો

કેટરીના કૈફે ઉતારી ગણપતિ બાપ્પાની ઉંધી આરતી! જુઓ વિડીયો

 | 12:56 pm IST

સલમાન ખાન અને કેટરીના કૈફની જોડી ‘ભારત’ ફિલ્મમાં જોવા મળશે. ગુરૂવારે સલમાન ખાન અને કેટરીના કૈફની જોડી ગણપતિ બાપ્પાની પૂજા-આરતી માટે અર્પિતા ખાન શર્માનાં ઘરે પહોંચી હતી. કેટરીના કૈફ તેની બહેન સાથે પહોંચી હતી. આ દરમિયાન કેટરીના કૈફ અને સલમાન ખાન બાપ્પાની આરતી કરતા જોવા મળ્યા હતા.

કેટરીના અને સલમાનનો આરતી કરતો વિડીયો સલમાન ખાનનાં જીજા અને ફિલ્મ ‘ભારત’નાં પ્રોડ્યુસર અતુલ અગ્નિહોત્રીએ શેર કર્યો છે. આ વિડીયોમાં કેટરીના કૈફ જ એવી છે જે ખાન પરિવારની નથી. વિડીયોમાં સલમાન ખાનની મા, સલમાન, અરબાઝ, સોહેલ, આયુષ શર્મા, અર્પિતા, કેટરીના અને અતુલ અગ્નિહોત્રીની પત્ની અલવીરા ખાન આરતી કરતા જોવા મળી રહ્યા છે.

જો કે આ વિડીયોમાં જોઇ શકાય છે કે કેટરીના કૈફ ઉંધી રીતે ગણપતિ બાપ્પાની આરતી ઉતારી રહી છે.