katrina kaif doing push ups without touches ground video viral
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • કેટરિના કૈફે જમીનને સ્પર્શ કર્યા વગર માર્યા પુશ-અપ્સ, વીડિયો જોનારાની આંખો પહોળી રહી ગઈ!

કેટરિના કૈફે જમીનને સ્પર્શ કર્યા વગર માર્યા પુશ-અપ્સ, વીડિયો જોનારાની આંખો પહોળી રહી ગઈ!

 | 7:09 pm IST
  • Share

કેટરિના કૈફ તેની ફિલ્મો તેમજ તેના અલગ અંદાજ માટે પણ જાણીતી છે. તેના વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થતાં રહે છે. અભિનેત્રી તેની ફિટનેસના મામલે પણ ચર્ચામાં છે. હાલમાં જ કેટરિના કૈફનો એક વીડિયો ઇન્ટરનેટ પર સામે આવ્યો છે. આ વીડિયોમાં કેટરિના કૈફ પુશ-અપ્સ કરતી જોવા મળી રહી છે, પરંતુ વીડિયોમાં ખાસ વાત એ છે કે પહેલા કેટરિના બંને હાથનો ઉપયોગ કરે છે, પછી એક હાથથી અને ત્યારબાદ જમીનને સ્પર્શ કર્યા વિના કેટરિના પુશ-અપ્સ કરવાનું શરૂ કરે છે.

અભિનેત્રી કેટરિના કૈફનો આ વીડિયો જોઈને દરેક ફેન્સ આશ્ચર્યચકિત થઈ ગયા છે. કારણ કે જમીનને સ્પર્શ કર્યા વિના પુશ-અપ્સ કરવા એ ખૂબ મુશ્કેલ કામ છે. જો કે, અભિનેત્રીએ આ મુશ્કેલ કાર્ય કરવાનું રહસ્ય વીડિયોના અંતમાં ખૂબ જ સરળતાથી ખોલી નાંખ્યું છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કેટરિના પથ્થર પર આ પરાક્રમ કરી રહી છે અને કોઈ તેની મદદ કરી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન