katrina kaif glamorous photo shoot on beach video viral
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • કેટરીનાનો મનમોહક અંદાજ, મેગેઝિન માટે ફોટોશૂટ કરાવતો Video વાયરલ

કેટરીનાનો મનમોહક અંદાજ, મેગેઝિન માટે ફોટોશૂટ કરાવતો Video વાયરલ

 | 1:28 pm IST
  • Share

બોલિવૂડની જાણીતી અભિનેત્રી કેટરિના કૈફ (Katrina Kaif) સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે હંમેશાં તેના ફોટા અને વીડિયો ફેન્સ સાથે શેર કરતી જોવા મળે છે. તાજેતરમાં અભિનેત્રીએ ફોટોશૂટ કરાવ્યું. જેનો વીડિયો (Katrina Kaif Video) તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે.

આ વીડિયોમાં કેટરીના કૈફ બીચ પર ફોટોશૂટ કરતી જોવા મળી રહી છે. વીડિયોમાં જોઇ શકાય છે કે અભિનેત્રી જુદા જુદા પોશાક પહેરે છે. વીડિયોમાં કેટરીના ક્યારેક પિંક કલરના આઉટફિટમાં અને ક્યારેક બ્લુ આઉટફિટમાં જોવા મળી રહી છે.

વીડિયોમાં કેટરિના કૈફ ખૂબ જ સુંદર લાગી રહી છે. તમને જણાવી દઈએ કે, કેટરિના કૈફે પીકોક મેગેઝિન માટે આ ફોટોશૂટ કરાવ્યું છે. અભિનેત્રીના આ વીડિયોને પ્રશંસકો ખુબ પસંદ કરી રહ્યા છે. કેટરિનાનો આ વીડિયો 12 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે.

કેટરિના કૈફના વર્ક ફ્રન્ટ વિશે વાત કરવામાં આવે તો તે ટૂંક સમયમાં ફિલ્મ ‘સૂર્યવંશી’ માં જોવા મળશે. આ ફિલ્મમાં તે અક્ષય કુમાર (Akshay Kumar)સાથે મુખ્ય ભૂમિકા નિભાવતી જોવા મળશે. આ સિવાય ટૂંક સમયમાં કેટરિના કૈફ ફોન ભૂતમાં જોવા મળશે. આ ફિલ્મમાં તે ઇશાન ખટ્ટર અને સિદ્ધાંત ચતુર્વેદીની સાથે મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

છેલ્લી વખત કેટરિના કૈફ ફિલ્મ ભારતમાં જોવા મળી હતી. આમાં તેણે સલમાન ખાન સાથે મુખ્ય ભૂમિકા ભજવી હતી. સલમાન ખાન સાથેની આ ફિલ્મમાં કેટરીના કૈફની જોડીને ચાહકો દ્વારા ખૂબ પસંદ આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન