Katrina Kaif got the hottest photoshoot done this way, see
  • Home
  • Photo Gallery
  • કેટરીના કૈફે કરાવ્યું વોગ ઈન્ડિયામાં હોટ ફોટોશૂટ, સોશિયલ મીડિયામાં Pics થયા વાયરલ

કેટરીના કૈફે કરાવ્યું વોગ ઈન્ડિયામાં હોટ ફોટોશૂટ, સોશિયલ મીડિયામાં Pics થયા વાયરલ

 | 11:41 am IST

બોલિવૂડ અભિનેત્રી કેટરીના કૈફને તાજેતરમાં જ વોગ ઈન્ડિયા માટે ખૂબ જ સેક્સી ફોટોશૂટ કરાવ્યું હતું. તેના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ તસવીરોમાં કેટરિના કૈફ ખૂબ જ સુંદર લાગી રહી છે. તાજેતરમાં જ કેટરીના કૈફને વોગ ઈન્ડિયા દ્વારા રિસ્ક ટેકર ઓફ ધ યરનો એવોર્ડ મળ્યો છે. આ એવોર્ડ ઝીરો અને હિન્દુસ્તાનમાં તેની ભૂમિકાઓને ધ્યાનમાં રાખીને આપવામાં આવ્યો હતો. ખુદ કેટરિનાએ આ તસવીરો પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે.

આ સાથે જ વોગ ઈન્ડિયાએ પણ કેટરિનાનું આ ફોટોશૂટ તેના ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર કર્યું છે. કેટરીનાની આ તસવીરો શેર કરીને ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. જણાવી દઈએ તાજેતરમાં કેટરીના દ્વારા તેની બ્રાન્ડ લોન્ચ કરી છે. તેની વધુ પ્રશંસા મળી રહી છે.

કેટરિના કૈફ એક બ્રિટીશ ભારતીય અભિનેત્રી અને મોડલ છે જે મુખ્યત્વે હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં કામ કરે છે, જોકે તે કેટલીક તેલુગુ અને મલયાલમ ફિલ્મોમાં પણ જોવા મળી છે. મોડેલિંગ કારકિર્દી પછી 2003માં કેટરિનાએ વ્યાવસાયિક અસફળ ફિલ્મ બૂમના પાત્રથી તેની અભિનય કારકીર્દિની શરૂઆત કરી. તે તેલુગુ હિટ ફિલ્મ રોમેન્ટિક કોમેડી મલ્લિશ્વરીમાં જોવા મળી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન