katrina kaif reveal break up with ranbir kapoor reason
  • Home
  • Entertainment
  • Bollywood
  • રણબીર સાથેના બ્રેકઅપ પર પહેલી વખત બોલી કેટરિના કૈફ, ‘બે મિનિટ માટે પણ તેના પર વિશ્વાસ…’

રણબીર સાથેના બ્રેકઅપ પર પહેલી વખત બોલી કેટરિના કૈફ, ‘બે મિનિટ માટે પણ તેના પર વિશ્વાસ…’

 | 4:31 pm IST

બોલિવૂડમાં રોજ કોઈને કોઈ નવી જોડી બને છે તો કોઈનું પ્રેમ જીવન ભંગાય છે. સોશિયલ મીડિયામાં આવી નવી નવી ઘટના વિશે ચર્ચા થતી રહે છે. હાલમાં કેટરિના અને રણબીર કપૂરના પ્રેમ પ્રકરણ વિશે વાતો ઉડી રહી છે અને જેમાં કેટરિનાએ ચોંકાવનારી વાત કહી છે. કેટરિના કૈફે કહ્યું કે કેવી રીતે તેનું દિલ તૂટી ગયું હતું અને પછી ફરીથી તે સામાન્ય જીવન જીવતી થઈ.

પહેલીવાર સલમાન ખાન સાથે અને બીજી વખત રણબીર કપૂર સાથે કેટરિનાના લવ અફેરના સમાચાર આવ્યા હતા. એક મોટી વાત એ છે કે, કેટરિના કૈફ અને રણબીર કપૂર બે વર્ષથી છૂટા પડી ગયા છે. છતાં હજુ બ્રેકઅપ વિશે બન્નેમાંથી કોઈએ વાત નથી કરી. ત્યારે કેટરિના કૈફે એક મુલાકાતમાં પોતાના દિલની વાત સૌની સમક્ષ રાખી હતી. અભિનેત્રીએ જણાવ્યું કે ‘તે કહેવું મુશ્કેલ છે કે ખરેખર આવું શા માટે થયું. પરંતુ તેના વિશે મારો એકદમ જુદો મત છે. હા એ વાત બરાબર કે આ બ્રેકઅપ ખરાબ છે અને ભયાનક છે.

આગળ વાત કરતાં કેટરિનાએ કહ્યું કે, બ્રેકઅપ દુનિયાની સૌથી ખરાબ વસ્તુ છે, મારું જીવન જાણે સમાપ્ત થઈ ગયું હતું, ફક્ત બે મિનિટ માટે પણ તેના પર વિશ્વાસ કરવો શક્ય નથી. પરંતુ જો તમે ભગવાન પર વિશ્વાસ રાખશો તો બધું સારુ અનુભવાશે અને સારી ફિલિંગ આવશે. કેટરિનાએ છોકરીઓને સંબોધીને વાત કરી કે, તમે જાણો છો કે દરેક લોકો સંઘર્ષ કરે છે. પરંતુ સૌથી મહત્વની વાત શીખવાની છે. અમે બધા અમારા ડર અને અસલામતીની વચ્ચે રહીને કામ કરી રહ્યા છીએ અને કઈક હાંસલ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.

આ વીડિયો પણ જુઓ: રાજકોટ -પોપટપરાનું નાળુ પાણીમાં ગરકાવ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન