katrina kaif says bollywood still have to write women centric films
  • Home
  • Entertainment
  • Bollywood
  • હૈદરાબાદ હવસકાંડ ટાણે જ કેટરિનાએ મહિલાને લઈ આપ્યું નિવેદન, બોલિવૂડને લતાડી નાખ્યું!

હૈદરાબાદ હવસકાંડ ટાણે જ કેટરિનાએ મહિલાને લઈ આપ્યું નિવેદન, બોલિવૂડને લતાડી નાખ્યું!

 | 5:17 pm IST

બોલિવૂડ અભિનેત્રી કેટરિના કૈફની ગણતરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ખુબ જ સફળ અભિનેત્રીઓમાં થાય છે. તેણે 16 વર્ષ લાંબી જહેમત કરી એ બાદ આજે ફિલ્મ જગતની ટોચની અભિનેત્રી બની છે. હાલમાં જ એક કાર્યક્રમમાં કેટરિનાએ બોલિવૂડ ઇન્ડસ્ટ્રી વિશે ખુલીને વાત કરી હતી. તેમણે ભારતીય ફિલ્મોમાં મહિલાઓની ભૂમિકા અને સશક્ત મહિલાઓની કહાની વિશે પણ પોતાનો અભિપ્રાય આપ્યો હતો. કેટરિનાનું માનવું છે કે ઇન્ડસ્ટ્રીમાં મહિલાઓ પર કેન્દ્રિત ફિલ્મોમાં ઘણું કામ થઈ શકે એમ છે.

અભિનેત્રી કેટરિના કૈફનું માનવું છે કે મહિલા કેન્દ્રિત વિષયો પર લખવામાં બોલિવૂડ હજુ ઘણું પાછળ છે. કેટરિનાએ આગળ વાત કરી કે, જ્યારે તમે અમેરિકન સિનેમા જોશો કે પશ્ચિમમાં શું થઈ રહ્યું છે ત્યારે મહિલાઓ માટે તમને ઘણી સારી સ્ક્રિપ્ટો મળશે. ચાર્લીઝ થેરોન અને નિકોલ કિડમેન જે ફિલ્મોમાં કામ કરી રહ્યા છે ત્યાં આ વિષય પર મોટા પાયે કામ થઈ રહ્યું છે. આ તે અભિનેત્રીઓ છે જે ઘણા લાંબા સમયથી ફિલ્મ જગતમાં છે.

કેટરિનાએ વધુમાં કહ્યું કે ‘હોલિવૂડને ઉત્તમ લેખન અને કહાનીઓનો સાથ મળ્યો છે. જો તમે ‘બિગ લીટલ લાઇઝ’ અથવા અન્ય પ્રખ્યાત શો જોતા હોય તો તે મહિલાઓને ધ્યાનમાં રાખીને લખાયેલા શો હોય છે. મહિલાને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવે છે. આ સંદર્ભમાં આપણે સ્ત્રીઓ માટે લેખિતમાં ઘણા પાછળ છીએ.

કેટરિનાએ ‘વી ધ મહિલા’ નામના એક કાર્યક્રમમાં આ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે ‘હું આવી કહાનીઓ શોધી રહી છું અને હું લોકો સાથે પણ આ વિશે વાત કરી રહી છું’. કેટરિનાએ કહ્યું કે તે એક એવા કિરદારની શોધમાં છે કે જેમાં ભાવનાત્મક કંપનો આવે.

આ વીડિયો પણ જુઓ: સુરતમાં વધુ એક બાળકી સાથે દુષ્કર્મ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન