katrina kaif vicky kaushal wedding suit booked one night charges are 14 lakh
  • Home
  • Entertainment
  • Bollywood
  • આ સ્યૂટમાં રોકાશે કેટ-વિક્કીની જોડી, 1 રાતનું ભાડું ચોંકાવનારું

આ સ્યૂટમાં રોકાશે કેટ-વિક્કીની જોડી, 1 રાતનું ભાડું ચોંકાવનારું

 | 3:44 pm IST
  • Share

  • કેટ વિક્કીના લગ્નની તૈયારીઓ પૂર જોશમાં

  • રાજા માનસિંહ- રાની પદ્માવતી સ્યૂટમાં રોકાશે કેટ-વિક્કી

  • સ્યૂટનું 1 રાતનું ભાડું 14 લાખ રૂપિયા

 
સિક્સ સેન્સ હોટલમાં વિક્કી કૌશલ અને કેટરિના કેફના લગ્નની તૈયારીઓ લગભગ પૂર્ણ થઈ ચૂકી છે. લગ્નના પ્રોગ્રામ કરવાની જવાબદારી ડેકો ઈવેન્ટ કંપનીને સોંપવામાં આવી છે. આ માટે આ હોટલમાં બંને માટે એક ખાસ સ્યૂટ બુક કરાયો છે.

 

વન નાઈટ સ્ટેનું ભાડું ચોંકાવનારું

બંને માટે આ હોટલના સૌથી મોંઘા સ્યૂટ, રાજા માનસિંહ અને રાણી પદ્માવતી બુક રહેશે. તેના વન નાઈટ સ્ટે ટેરિફ 7 લાખ રૂપિયાનું છે. રાજા માનસિંહ સ્યૂટમાં વિક્કી કૌશલ અને રાણી પદ્માવતી સ્યૂટમાં કેટરિના કૈફ રહેશે. હોટલમાં 7 લાખ રૂપિયાના 2 નાઈટ સ્યૂટ આ બંનેના નામે બુક કરાયા છે.

હોટલમાં 4 લાખના કુલ 15 સ્યૂટ

હોટલમાં 4 લાખ રૂપિયાના 15 સ્યૂટ છે. જ્યારે અન્ય રૂમનું વન નાઈટ ટેરિફ 1 લાખ રૂપિયાનું છે. આ બંને રૂમની ખાસિયત છે કે તેમાં ગાર્ડનની સાથે સ્વિમિંગ પુલ પણ છે. આ સિવાય આ બંને રૂમથી અરાવલીના પહાડો પણ જોવા મળે છે. વિક્કી- કેટરિનાને માટે રૂમ બુક કરાયા બાદ તેની સિક્યોરિટી પણ વધારી દેવામાં આવી છે. તેનો તમામ ભાગ સ્પેશ્યલ સિક્યોરિટીમાં રાખવામાં આવ્યો છે અને અહીં કોઈને પણ આવવાની પાબંધી છે.

 


આવો હશે કેટ-વિક્કીનો સ્યૂટ

આ બંનેના સ્યૂટ જે બુક કરાયા છે તેને તમે ફોટોમાં જોઈ શકશો. રાજા માનસિંહના સ્યુટમાં એક બેડ છે અને સામે સેઠી રાખી છે. સાઈડમાં ફોર્ટની બહારનું દૃશ્ય પણ જોવા મળે છે અને તેને માટે એક અલગથી સીટિંગ એરિયા રાખવામાં આવ્યો છે. રાણી પધ્માવતીના સ્યૂટમાં ક્વીન સાઈઝ બેડ છે અને બહારની તરફ સ્વીમિંગ પુલ પણ છે. અહીંથી શાનદાર વ્યૂ જોવા મળે છે. કેટરિના કૈફ આ સ્યૂટમાં રહેશે. અહીં એક રાતનું ભાડું 7 લાખ રૂપિયાનું છે.
આ દિવસોએ અહીં રોકાશે કેટ અને વિક્કી

કેટરિના કૈફ અને વિક્કી કૌશલ પોતાના ફેમિલિ મેમ્બરની સાથે 6 ડિસેમ્બરે ચેક ઈન કરશે અને 11 ડિસેમ્બરે ચેક આઉટ કરશે. આ પછી આ લોકો લગ્નની તમામ તૈયારીઓની જાણકારી લેશે. બંનેના મેનેજર પહેલાથી તૈયારીઓના ફીડબેક લઈ રહ્યા છે.

 

6 વેન્ડર્સને સોંપાઈ છે લગ્નની જવાબદારી

લગ્નની તૈયારીઓની જવાબદારી 6 વેન્ડર્સને સોંપવામાં આવી છે. આ વેન્ડર્સ ફ્લાવર્સ, ડેકોરેટિવ, સિક્યોરિટી, ટ્રાન્સપોર્ટેશન, ફૂડ અને જંગલ સફારી કરાવશે. સુરક્ષા વ્યવસ્થા માટે 5 ડિસેમ્બરે 100 બાઉન્સર જયપુરથી સવાઈ માધોપુર આવશે. આ માટે મીણા ધર્મશાળાનું બુકિંગ કરાયું છે.

VIP ગેસ્ટની આવી હશે સુવિધા

વીઆઈપી ગેસ્ટની સુવિધા માટે રાજસ્થાન પોલિસના જવાન પણ હાજર રહેશે. કેટરિના કેફ અને વિક્કી કૌશલના લગ્નના પ્રોગ્રામ 7 ડિસેમ્બરથી 9 ડિસેમ્બર સુધી રહેશે. બંને 9 ડિસેમ્બરે એકમેકના બનશે. આ લગ્ન હિંદુ રિતરિવાજ સાથે થશે. કેટરિના અને વિક્કીના પરિવાર અને નજીકના મિત્રોએ લગ્નની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ પહેલા 7 ડિસેમ્બરે સંગીત અને 8 ડિસેમ્બરે મહેંદીની વિધિ યોજાશે. જ્યારે હોટલનું બુકિંગ 12 ડિસેમ્બર સુધી કરાવાયું છે. લગ્ન બાદ બંને પોતાના તમામ સ્પેશ્યલ ગેસ્ટને રિસેપ્શન પણ આપશે. 10 ડિસેમ્બરે આ પ્રોગ્રામ યોજાશે. તેની તૈયારીઓમાં ઈવેન્ટ કંપનીઓ જોડાઈ ચૂકી છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો