katrina kaif vicky kaushal wedding venue historical fort photos
  • Home
  • Photo Gallery
  • Photos: આ ઐતિહાસિક કિલ્લામાં થશે કેટરિના કૈફ-વિક્કી કૌશલના શાહી લગ્ન

Photos: આ ઐતિહાસિક કિલ્લામાં થશે કેટરિના કૈફ-વિક્કી કૌશલના શાહી લગ્ન

 | 3:44 pm IST
  • Share

કેટરિના કૈફ 9 ડિસેમ્બરે વિક્કી કૌશલ સાથે રાજસ્થાનમાં લગ્ન કરવાની છે. ગઈકાલે રાત્રે કપલ તેમના લગ્ન માટે રાજસ્થાનના વેડિંગ ડેસ્ટિનેશન પર પહોંચ્યા હતા. કેટ-વિક્કી સિક્સ સેન્સ બરવારા ફોર્ટ હોટેલમાં રાજશાહી ઠાઠમાઠ સાથે લગ્ન કરશે. આ કિલ્લો સદીઓ જૂનો છે.

કેટ-વિક્કીના લગ્ન સમારોહને સંપૂર્ણ રીતે ગોપનીય રાખવામાં આવ્યો છે. ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સવાઈ માધોપુરમાં સિક્સ સેન્સ ફોર્ટ બરવારા હોટેલમાં લગ્નની તૈયારીઓ થઈ ગઈ છે.

કેટરિના અને વિક્કીના લગ્નનું ફંક્શન 7 ડિસેમ્બરથી 10 ડિસેમ્બર સુધી હોટલમાં યોજાશે. હોટલના મુખ્ય ગેટ પર VIP મુવમેન્ટના કારણે બેરિકેડિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. હોટલની અંદર પ્રવેશવા માટે ત્રણ દરવાજા છે, પરંતુ હોટેલનો મુખ્ય દરવાજામાંથી જ તમામ મહેમાનોને પ્રવેશ આપવામાં આવશે.

કેટરિના અને વિક્કીએ સાત ફેરા લેવા માટે સ્થળ તરીકે પસંદ કરેલ સિક્સ સેન્સ ફોર્ટ 700 વર્ષ જૂનો કિલ્લો છે. આ કિલ્લો જોવામાં ખૂબ જ આલીશાન છે અને ડેકોરેશન પછી તેને ચાર ચાંદ લાગી જશે.

કેટરિના અને વિક્કીના લગ્નના આ સ્થળનું એક દિવસનું ભાડું 65 હજાર રૂપિયાથી શરૂ થઈને 4 લાખ 70 હજાર રૂપિયા સુધી છે. સેન્ચ્યુરી સ્યુટનું ભાડું સૌથી ઓછું છે જ્યારે રાજા માન સિંહ સ્યુટનું ભાડું સૌથી વધુ છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો