બહેનની સાથે કેટરિનાનો આ ફની ડાન્સ જોઇને હસવાનું નહીં રોકી શકો - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.1200 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • બહેનની સાથે કેટરિનાનો આ ફની ડાન્સ જોઇને હસવાનું નહીં રોકી શકો

બહેનની સાથે કેટરિનાનો આ ફની ડાન્સ જોઇને હસવાનું નહીં રોકી શકો

 | 6:34 pm IST

ફિલ્મ ‘ઝીરો’નાં શૂટિંગમાં વ્યસ્ત કટરિના કૈફનો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયોમાં કેટરિના કૈફ પોતાની બહેન સાથે ફની ડાન્સ કરી રહી છે. કેટરિનાએ પોતાની લેટેસ્ટ ઇન્સ્ટા સ્ટોરીમાં વિડીયો પોસ્ટ કર્યો છે. કેટરિનાએ કેપ્શનમાં લખ્યું છે, ‘વિક્ટરી ડાન્સ.’ કેટરિના પરિવારની સાથે ખુશી મનાવતી જોવા મળી રહી છે. તેની બહેન સાથેનાં આ એનર્જેટિક અને ફની ડાન્સ મૂવ ઘણા જ શાનદાર છે.

 

Sunday be like 👯 #sistergoals

A post shared by ★ KATRINA KAIF DAILY ★ (@katrinakaifdaily) on


ઉલ્લેખનીય છે કે કેટરિના તેના પરિવારની ઘણી જ નજીક છે. તેને જ્યારે પણ શૂટિંગમાંથી બ્રેક મળે ત્યારે તે પોતાના પરિવાર સાથે સમય વિતાવવા માટે લંડન જાય છે. પોતાના હૉલિડે બ્રેકનાં તે ફોટો અને વિડીયો શેર કરતી રહેતી હોય છે.
ફિલ્મોની વાત કરીએ તો કેટરિના અત્યારે ફિલ્મ ‘ઝીરો’નું શૂટિંગ કરી રહી છે. આ ફિલ્મમાં શાહરૂખ ખાન અને અનુષ્કા શર્મા પણ જોવા મળશે.