katrina-kaif-will-campaign-for-congress-in-madhya-pradesh-assembly-elections
  • Home
  • Entertainment
  • Bollywood
  • શું મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ તરફથી ચૂંટણી પ્રચાર કરશે કેટરીના કૈફ?

શું મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ તરફથી ચૂંટણી પ્રચાર કરશે કેટરીના કૈફ?

 | 4:08 pm IST

બોલીવુડની સુંદર અભિમેત્રી કેટરીના કૈફ તેના પ્રશંસકોમાટે હંમેશા ખાસ રહી છે. તો કેટરીના પ્રશંસકો માટે એક સારા સમાચાર આવી રહ્યા છે. આ ખુબસુરત અભિનેત્રી હવે વિધાનસભાની ચૂંટણીમાં પ્રચાર પ્રસાર કરતી દેખાશે.

વિધાનસભાની ચૂંટણીમાં રાજકારણીઓ માટે એક એક સેકન્ડ અતિ મહત્વની હોય છે. ઉમેદવારીનો યાદીમાંથી હજુ નવરા પડ્યા જ છે ત્યાં સ્ટાર પ્રચારકોની યાદીમાં વ્યસ્ત થઈ ગયા છે. ભાજપે તો સ્ટાર પ્રચારકોની યાદી જાહેર પણ કરી દીધી ત્યાં કોંગ્રેસ પણ પાછળ રહેવા માંગતું ન હોય તેમ ખૂબ ઝડપથી તેઓ પણ તેમની યાદી જાહેર કરી દેશે.

હાલમાં તો સૌથી વધુ ચર્ચામાં મધ્યપ્રદેશ કોંગ્રેસમાં બોલિવૂડ સ્ટાર કેટરીના કૈફની એન્ટ્રી બાબતે થઈ રહી છે. બોલિવૂડમા કેટરીનાના પ્રશંસકો લાખોની સંખ્યામાં છે. જેનો ફાયદો આગામી ચૂંટણીમાં કોંગ્રેસને થશે.

પ્રદેશમાં કોંગ્રેસ તરફથી પ્રાપ્ત વિગતો મુજબ કેટરીના સ્ટાર પ્રચારકોની યાદીમાં સામેલ થશે. ભાજપે પોતાની સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી દીધી છે. કોંગ્રેસે ભાજપની યાદી પર પ્રહારો કરતા કહ્યું કે, તેમાં સ્ટાર પ્રચારકો ઓછા અને નારાજ લોકો વધુ છે. જ્યાં સુધી કોંગ્રેસ યાદીની વાત છે તો થોડા દિવસમાં જ તેમની પણ યાદી જાહેર થઈ જશે.

કેટરીના કૈફ કોંગ્રેસનો પ્રચાર કરશે કે કેમ તે તો આવનારો સમય જણાવશે. હાલતો કોંગ્રેસ વિધાનસભાની ચૂંટણીઓની તડામાર તૈયારીઓમાં પડ્યુ છે. વિધાનસભાની ચૂંટણીમાં કોઈ કસર ન રહી જાય તેવું દરેક પક્ષ ઈચ્છી રહ્યુ છે.