કેટરિનાની દુનિયા નાના બાળક જેવી છેઃ સલમાન - Sandesh
NIFTY 10,842.85 +55.90  |  SENSEX 35,692.52 +209.05  |  USD 67.4800 +0.06
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • Cine Sandesh
  • કેટરિનાની દુનિયા નાના બાળક જેવી છેઃ સલમાન

કેટરિનાની દુનિયા નાના બાળક જેવી છેઃ સલમાન

 | 1:14 am IST

સલમાન ખાને કેટરિનાને અનેક રૂપે જોઈ છે. સિનેજગતમાં પગ મૂકનાર ગભરૂ છોકરી તરીકે. નવી નવી સફળતાથી અંજાયેલી યુવતી તરીકે. સફળતાથી આત્મવિશ્વાસ ધરાવતી મહિલા તરીકે અને હારીને થાકી ગયેલી દોસ્ત તરીકે. સલમાનને એમાં કેટલું પરિવર્તન દેખાયું, ચાલો એની પાસેથી જ જાણીએ.

કેટરિનાને રમત આવડતી જ નથી

સલમાન ખાન કહે છે કે કેટરિના કૈફ કોઈ રમત રમી શકતી નથી, કારણ કે એને કોઈનોય લાભ લેતાં આવડતો નથી. એ કોઈને પછાડવાનું વિચારતી નથી. જાણે કે કોઈ બાળક જોઈ લો! સલમાનને પૂછવામાં આવ્યું હતું કે તમે મૈંને પ્યાર ક્યૂં કિયા ફિલ્મથી કેટરિના સાથે કામ કરી રહ્યા છો. અત્યારે ટાઈગર ઝિન્દા હૈમાં કામ કરી રહ્યા છો. આટલા વખતમાં તમને એનામાં શું ફરક દેખાયો? એનામાં મેચ્યોરિટીથી કોઈ પરિવર્તન આવ્યું છે?

જવાબમાં સલમાને તરત કહ્યું ના, એનામાં જરાય પરિવર્તન નથી આવ્યું. એ બિલકુલ બદલાઈ નથી. લોકો કહે છે કે તમારે સમય સાથે બદલાવું જોઈએ. પરિવર્તનથી જ વિકાસ થાય છે, પરંતુ કેટરિના એમાં નથી માનતી.

લોકો છેતરી જાય, દુઃખી કરે…

જુઓ જીવનમાં આપણે ઘણા બધા લોકોને મળીએ છીએ. કેટલા લોકો તમને છેતરી જાય છે, કેટલાક લોકો તમને દુઃખી કરી જાય છે, કેટલાક લોકો તમારા નામે ચરી ખાય છે. કેટલાક લોકો તમારી સાથે ઠગાઈ કરી જાય છે. તમને આવા અનુભવ થતા જાય એમ એમ તમે તમને ફરી કોઈ છેતરી ન જાય, ફરી કોઈ દુઃખી ન કરી જાય એ માટે ધ્યાન રાખવા લાગો છો. કોઈની સાથે દિલ ખોલીને મળી શકતા નથી, વાત કરી શકતા નથી. પરંતુ કેટરિના એવી નથી. એ જરાય બદલાઈ નથી. એ બાળક જેવી છે. એને તમે ચીટ કરો તો પણ એ ફરીથી તમારી નહીં તો કોઈ બીજાની વાતોમાં આવી જશે.

આંખો અને સ્માઈલ જુઓ તો સમજાઈ જાય

તમે કોઈપણ માણસની આંખો અને તેનું સ્મિત જોતા રહો તો તમને ખ્યાલ આવી જાય છે કે એ માણસમાં કેટલો બદલાવ આવ્યો છે. કારણ કે તમારો સ્વભાવ અને વિચારો બદલાય એ સાથે જ તમારી આંખ અને તમારું સ્મિત પણ બદલાઈ જાય છે. તમે જાતે જ કેટરિનાની પહેલી ફિલ્મમાં એની સ્માઈલ અને આંખો જોશો અને ટાઈગર ઝિન્દા હૈમાં એની આંખો તથા સ્માઈલ જોશો તો તમને આપોઆપ ખ્યાલ આવી જશે કે એનામાં જરાય ફરક નથી પડયો. ૨૦-૩૦ વર્ષનો અનુભવ, જીવનના પદાર્થપાઠ ભણાવી જ દે છે. એને તમે સંતાડી શકો નહીં. કેટરિનામાં એવું કોઈ જ પરિવર્તન જરાય આવ્યું નથી.

પરિવર્તન આવ્યું છે ખરુંં!

પરિવર્તન માત્ર એટલું આવ્યું છે કે શરૂઆતમાં એની ફિલ્મો વિશે અને એના અભિનય વિશે ખરાબ લખાય, એની નબળાઈઓ વિશે વિશ્લેષણ થાય તો એ ચિંતાતુર બની જતી હતી. હવે એ એવી ચિંતા કરતી નથી.