કેટરીનાએ શેર કર્યો 'જીરો' ફિલ્મનો તેનો ફર્સ્ટ લૂક, તો વરુણે કરી કોમેડી - Sandesh
  • Home
  • Entertainment
  • Bollywood
  • કેટરીનાએ શેર કર્યો ‘જીરો’ ફિલ્મનો તેનો ફર્સ્ટ લૂક, તો વરુણે કરી કોમેડી

કેટરીનાએ શેર કર્યો ‘જીરો’ ફિલ્મનો તેનો ફર્સ્ટ લૂક, તો વરુણે કરી કોમેડી

 | 1:36 pm IST

બોલિવુડ અભિનેત્રી કેટરીના કૈફ હાલમાં ‘જીરો’ ફિલ્મનાં શૂટિંગમાં વ્યસ્ત છે. કેટરીના કૈફે ફિલ્મનાં પોતાના લૂકને ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે, જેને તેના ફેન્સ ઘણું જ પસંદ કરી રહ્યા છે. કેટરીના આ લૂકમાં ટ્રેડિશનલ અંદાજમાં નજર આવી રહી છે.

કેટરીનાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ ફોટો શેર કરતા લખ્યું હતું કે, ‘જીરો ધ ફિલ્મ. મંબઇ ફિલ્મ સિટી’. કેટરીનાની તસવીર પર તેના ફેન્સ વખાણ કરી રહ્યાં છે. એક્ટર વરૂણ ધવને કેટરીનાનાં આ ફોટો પર રમૂજી કોમેન્ટ કરી હતી. વરૂણે લખ્યું હતું કે, ‘ફોટોમાં દેખાઇ રહેલી દિવાલ ઘણી જ સુંદર લાગી રહી છે.’

કેટરીનાએ શાહરુખનો પણ એક ફોટો શેર કર્યો છે. તો શાહરુખે પણ પોતાના ટ્વિટર એકાન્ટ પર આ ફોટો શેર કરતા કેટરીનાને પોતાની મીડિયા મેનેજર જાહેર કરી દીધી હતી. આ ફોટો ફેન્સની વચ્ચે ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.

આ ફિલ્મ ચાલુ વર્ષે ક્રિસમસ પર રિલીઝ થઇ શકે છે. આનંદ એલ. રાયની આ ફિલ્મમાં શાહરુખ પહેલીવાર એક ઠિંગણા માણસનાં પાત્રમાં જોવા મળશે.

ગત દિવસોમાં કેટરીનાએ આ ફિલ્મને લઇને ઘણાં દિલચસ્પ ખુલાસાઓ કર્યા હતા. તેણે કહ્યું કે, “શરૂઆતમાં મારે મારું જ પાત્ર ભજવવાનું હતું. ફિલ્મનું નામ ‘કેટરીના મેરી જાન’ હતું. ફિલ્મની કાસ્ટ અલગ હતી અને શાહરુખ સર આ ફિલ્મનો ભાગ નહોતા. હવે આ ફિલ્મમાં હીરોઇન પર કટાક્ષ કરવામાં આવ્યો છે.”

કેટરીનાએ શાહરૂખ વિશે કહ્યું કે, “શાહરુખ સર ઇન્ડસ્ટ્રીનાં બેસ્ટ એક્ટર્સમાંથી એક છે. તેમની ઊર્જા અને કામ પ્રત્યેનો લગાવ કમાલનો છે. ફિલ્મનાં સેટ પર તેમની સાથે હોવું શાનદાર હોય છે.” ફિલ્મનાં દિગ્દર્શક આનંદ એલ રાયની પ્રશંસા કરતા કૈટે કહ્યું, “આનંદ સર ઘણાં જ સારા છે. તેઓ એક્ટર તરીકે ઘણી જ મદદ કરે છે. તેમની પાસેથી ઘણું બધું શિખવા મળે છે.”