Katy Perry reaches mumbai karan johar to give welcome party
  • Home
  • Entertainment
  • Bollywood
  • હોલિવુડ પોપ સ્ટાર Katy Perryના મુંબઈમાં ધામા, કરણ જૌહર આપશે ભવ્ય પાર્ટી

હોલિવુડ પોપ સ્ટાર Katy Perryના મુંબઈમાં ધામા, કરણ જૌહર આપશે ભવ્ય પાર્ટી

 | 11:37 am IST

હોલિવુડ અને બોલિવુડનું એક ખાસ કનેક્શન છે. હાલમાં હોલિવુડની પોપ સ્ટાર કૈટી પૈરી મુંબઈમાં આવી છે. મુંબઈ ઇન્ટરનેશનલ અરપોર્ટ પર મંગળવારે આ પોપ સ્ટાર જોવા મળી હતી. કહેવાય છે કે સિંગર પહેલી વખત આ શહેરમાં આવી રહી હોવાથી ફિલ્મમેકર કરણ જૌહર વેલકમ કરશે, કરણ જૌહરની સાથે બીટાઉનના કેટલાક સિતારાઓ અને દિગ્ગજ હસ્તીઓ પણ સામેલ થશે.

રિપોર્ટસ અનુસાર કરણ સિંગર માટે ડિનર અને કોકટેલ પાર્ટીનું આયોજન કરશે. બોલિવુડમાં કરણ જૌહર અવાર નવાર પાર્ટીઓ આપતો રહે છે. આ માટે ખાસ આમંત્રણ આપવામાં આવશે, જો કે આ ભવ્ય પાર્ટી ક્યારે છે તેની તારીખ હજુ સ્પષ્ટ કરી નથી. કરણ જૌહર આ પહેલા વિલ સ્મિથ જેવા સ્ટારને પણ પાર્ટી આપી ચુક્યો છે.

મ્યૂઝિક ફેસ્ટિવલ માટે આવી ભારત
કૈટી પૈરી 16 નવેમ્બરમાં આયોજીત OnePlus Music Festival માટે ભારત આવી છે. તેની સાથે આ કાર્યક્રમ માટે ખાસ ડુઆ લિપ પણ હાજર રહેશે અને પરફોર્મન્સ આપશે. આ ઈન્ટરનેશનલ સ્ટાર સાથે ભારતીય સંગીતકારો અમિત ત્રિવેદી, રિતવિજ, ધ લોકલ ટ્રેન બેન્ડ અને એજ વી કીપ સર્ચિગ બેન્ડ પણ આ કાર્યક્રમમાં પરફોર્મ કરશે.

આ વીડિયો જુઓ: શામળાજીમાં દર્શન માટે હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન