Kausha created major upset by defeating Frenaz, double gold to Nidhi Prajapati
  • Home
  • Featured
  • ફ્રેનાઝને હરાવીને કૌશાએ મેજર અપસેટ સર્જ્યો, નિધિ પ્રજાપતિને ડબલ ગોલ્ડ

ફ્રેનાઝને હરાવીને કૌશાએ મેજર અપસેટ સર્જ્યો, નિધિ પ્રજાપતિને ડબલ ગોલ્ડ

 | 7:15 am IST
  • Share

  • લોયોલા એકેડેમીના પ્લેયર્સે ચાર ગોલ્ડ, બ્રોન્ઝ સાથે રેકોર્ડ સર્જ્યો 

  • કૌશાએ વિમેન્સ સિંગલ્સનો ગોલ્ડ જીત્યો 

ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશન દ્વારા યોજાયેલી પાંચમી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલટેનિસ ટૂર્નામેન્ટમાં લોયોલા એકેડેમીની પ્લેયર્સ કૌશા ભૈરપૂરે અને નિધિ પ્રજાપતિએ મેજર અપસેટ સર્જીને બે-બે ગોલ્ડ મેડલ જીતીને નવો ઇતિહાસ રચ્યો હતો. કોચ એન્થોની ગોમ્સ પાસે કોચિંગ લઈ રહેલી કૌશાએ ટાઇટલ માટેની ફેવરિટ સુરતની ફ્રેનાઝ છીપિયાને સાત ગેમમાં રમાયેલી ફાઇનલમાં 3-11, 11-9, 9-11, 11-6, 5-11, 11-5, 11-8થી હરાવીને વિમેન્સ સિંગલ્સનો ગોલ્ડ જીતવાની સાથે 2021ની સિઝનનું પ્રથમ રેન્કિંગ ટૂર્નામેન્ટ ટાઇટલ જીત્યું હતું.

કૌશાએ આ પહેલાં અંડર-19માં સુરતની જ અન્ય ખેલાડી મિલી તન્નાને કોઈ પણ મુશ્કેલી વિના 11-8, 11-8, 11-8, 11-8થી હરાવીને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો. નિધિ પ્રજાપતિએ અંડર-17 કેટેગરીમાં અર્ની પરમારને 11-9, 8-11, 12-10, 16-14, 11-6થી પરાજય આપીને પ્રથમ ગોલ્ડ જીત્યો હતો. ત્યારબાદ નિધિએ અંડર-15 ગર્લ્સમાં પણ પ્રથમ ગેમ ગુમાવ્યા બાદ વળતો પ્રહાર કરીને સુરતની જ અર્ની પરમારને ફરીથી 9-11, 11-5, 11-4, 11-8, 11-7થી હરાવીને બીજો ગોલ્ડ મેડલ જીત્યો હતો.

અંડર-13 ગર્લ્સ કેટેગરીમાં લોયોલા એકેડેમીની અન્ય એક ખેલાડી જિયા ત્રિવેદીએ મોબિની ચેટરજીને 9-11, 11-7, 11-9, 10-12, 11-8થી હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. શાઇની ગોમ્સે પણ વિમેન્સ કેટેગરીમાં કેટલાક અપસેટ સર્જીને ટોપ-16માં સ્થાન મેળવ્યું હતું.  મેન્સ સિંગલ્સમાં ચોથા ક્રમાંકિત અમદાવાદના ધૈર્ય પરમારે રાજકોટના જેનિલ મહેતાને 11-5, 11-5, 11-8, 7-11, 7-11, 11-5થી હરાવીને સિઝનનું પ્રથમ ટાઇટલ જીત્યું હતું. જુનિયર બોય્ઝ અંડર-19માં ચિત્રાક્ષ ભટ્ટ, અંડર 17માં શ્લોક બજાજ, અંડર-15માં જન્મેજય વિજેતા બન્યા હતા.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો