kavi Kumara Azad aka Dr. Hansraj hathi of Tarak mehta ka ulta chashma died due to heart attack
NIFTY 11,018.90 -4.30  |  SENSEX 36,541.63 +-6.78  |  USD 68.5200 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • ‘તારક મહેતા…..’નાં ડૉ. હંસરાજ હાથીનું નિધન, ટીવી જગત શોકમાં ગરકાવ

‘તારક મહેતા…..’નાં ડૉ. હંસરાજ હાથીનું નિધન, ટીવી જગત શોકમાં ગરકાવ

 | 1:55 pm IST

ટીવી શૉ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં ડૉક્ટર હંસરાજ હાથીનું પાત્ર ભજવતા એક્ટર કવિ કુમાર આઝાદનું નિધન થઇ ગયું છે. તેઓ લાંબા સમયથી આ શૉમાં જોડાયેલા હતા. એક્ટર કવિ કુમાર આઝાદનું મૃત્યુ હાર્ટ એટેકને કારણે થયું છે.

તેમણે પોતાની અંતિમ ટ્વિટમાં તસવીર સાથે લખ્યું હતુ, ‘કિસીને કહા હૈ કલ હો ના હો, મેં કહતા હું પલ હો ના હો. હર લમ્હા જિયો’

ડૉક્ટર હાથીનાં મૃત્યુનાં સમાચારથી ટીવી ઇન્ડસ્ટ્રીને બહુ મોટો ઝટકો લાગ્યો છે. એક્ટરે 2010માં સર્જરી દ્વારા 80 કિલો વજન ઓછું કરાવ્યું હતુ. આ સર્જરી પછી તેમની રોજિંદી જિંદગીમાં પડતી મુશ્કેલીઓ ઓછી થઇ ગઇ હતી. એક ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતુ, ‘મને ખુશી છે કે લોકોએ મને મારા પાત્ર માટે પસંદ કર્યો.’