kavita kaushik aka inspector chautala yoga moves made crazy
  • Home
  • Featured
  • PHOTOS: 39 વર્ષની ‘ઈન્સ્પેક્ટર’ના બિકિની યોગા જોઈ ફેન્સ બોલ્યાં-બાબા રામદેવને પછાડી દેશે

PHOTOS: 39 વર્ષની ‘ઈન્સ્પેક્ટર’ના બિકિની યોગા જોઈ ફેન્સ બોલ્યાં-બાબા રામદેવને પછાડી દેશે

 | 2:29 pm IST

ટીવી સીરિયલ એફઆઈઆરમાં ઈન્સપેક્ટર ચૌટાલાનો રોલ નિભાવીને લોકપ્રિય બનેલી કવિતા કૌશિક સોશિયલ મીડિયા પર વધારે એક્ટિવ રહે છે. તે અવાર નવાર પોતાના ફોટો અને વીડિયો અપલોડ કરતી રહે છે. હાલમાં જ તેણે પોતાની યોગા તસવીર પોસ્ટ કરી છે અને ભારે વાયરલ થઈ રહી છે. બિકિની પહેરીને પાવર યોગા કરતી અભિનેત્રીનું ફેન ફોલોઈંગ પણ જબરુ છે.

આ પહેલા પણ સમુદ્ર કિનારે બિકિનીમાં યોગા કરતી તસવીરો શેર કરીને કવિતા ચર્ચામાં આવી હતી. ફેન્સ પણ અભિનેત્રીનો આ અંદાજ પસંદ કરી રહ્યા છે. તો વળી કોઈ ફોટોમાં તે પોતાના પતિ સાથે પણ યોગા કરતી જોવા મળી રહી છે. હવે ફેન્સ તેના આવા હટકે યોગા જોઈને કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે કોમેન્ટ કરી કે, આ લેડી તો બાબા રામદેવને પણ પાછળ મુકી દેશે.

ઉલ્લેખનીય છે કે, 39 વર્ષની કવિતા રોજ નિયમિત રીતે યોગા કરે છે. એક ઈન્ટરવ્યૂમાં કવિતાએ જણાવ્યું હતું કે, યોગ ઉંમરના આ પડાવ પર પણ ઉર્જાવાન અને ફિટ બનાવી રાખે છે. તો જુઓ અહીં કવિતાની કેટલીક તસવીરો….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન