કાવ્યાનુભૂતિ - Sandesh

કાવ્યાનુભૂતિ

 | 1:51 am IST

થઈ ગયો

મને શી ખબર બસ નયન મળતાં થઈ ગયો,

તારામાં મારી મારામાં તારી છાપ છોડી ગયો,

મને શી ખબર બસ અમસ્થો જ થઈ ગયો…

આ પ્રેમ એકબીજામાં કરંટ બની વહી ગયો,

બસ આમ અમસ્થો જ થઈ ગયે…

જાણે મળી હોય મંઝિલ એક મેકને એટલી,

ખુશી દઈ ગયો,

બસ આમ અમસ્થો જ થઈ ગયો…

વગર પાંખો એ મને ઊડાવી ગયો,

જાણે પર લોક માં લઈ ગયો,

બસ આમ અમસ્થો જ થઈ ગયો.

  • ધવલ આર. પરમાર – અમદાવાદ

લાગણીને સમજ

અનેક વર્ષોથી હૃદયમાં રહેલી લાગણીને સમજ,

હે પ્રભુ! મારી એક નાનકડી માગણીને સમજ.

‘પાણી’ અને ‘પાણિ’ બોલતા અર્થ બદલાય જાય,

માટે ‘સુનિલ’ શબ્દોની સાચી જોડણીને સમજ.

પોતે વીંધાઈ ગઈ, તેથી તે સંગીત વહાવે છે,

એ સૂરો રેલાવનારી વાંસળીને સમજ.

પાંચ જો ભેગી થાય તો બને મજબૂત મુઠ્ઠી,

એકતા શીખવનારી હાથની આંગળીને સમજ.

ક્યાંક તું ધોધમાર વરસે છે,

તો ક્યાંક કોઈ તારા જળ માટે તરસે છે,

હે વાદળી! તું અમારા અનાજની વાવણીને સમજ.

  • પટેલ સુનિલ.સી. – વલસાડ

યાદ તમે રાખજો

અનહદ ચાહ્યા છે મેં તમને,

યાદ મને તમે રાખજો.

સુખ-દુઃખની આવે ઘડી તો,

દિલ ખોલીને કંઈ માંગજો.

ભલે તરછોડી જાવ છો મને,

પણ પરાયો કદી નવ ધારજો.

દ્વાર દિલ ના ખુલ્લા હશે મારા,

અડધી રાત્રે ટકોરા મારજો.

અનરાધાર વહે અશ્રુ નયનો માં મારા,

હવે ભોજનીયાં કેમ ભાવશે?

વહી ગયા દિવસો હવે મિત્રાચારીના,

એ યાદ મને બહુ આવશે.

વીતી ગઈ સવારને હવે આવી સંધ્યા,

આભાસ એવો મને થાય છે,

આ ચીર વેદના વિરહ તણી મને,

ઘણું બધું કહી જાય છે.

  • નરસિંહભાઈ.બી.રાઠોડ – બારેજા

છતાં પણ એ ન મળી

– કોલેજના લેક્ચરોમાં હરઘડી તેનો ઈંતજાર કરતો,

હંમેશાં તેનાં જ વખાણ કરતો,

છતાં પણ એ ન મળી.

કહેવાય કે ખરતા તારા પાસે માંગેલી વીશ પૂરી થાય,

દરેક વખતે મેં એને જ માંગી,

છતાં પણ એ ન મળી.

કહેવાય કે ભગવાન પાસે માંગવાનો પણ એક સમય હોય,

પણ એવો તો કેવો સમય કે મેં તેને માંગી ન હોય,

છતાં પણ એ ન મળી.

કહેવાય કે પ્રેમમાં ધીરજ રાખીએ તો આપમેળે મળી જાય,

ત્રણ વર્ષ વીતી ગયાં,

છતાં પણ એ ન મળી.

  • વિપુલ બી. ઠાકોર – ડીસા

સાગર થંભી ગયો

અગમ્ય અગોચર આત્મા તારો,

મારો “ઋણાનુબંધ” ચૂકવી ગયો.

બન્યું શું એવું અચાનક તારી સાથે?

મને તું કંઈ કહેવા પણ ના રહ્યો?

યાદોમાં તારી આળોટીને જીવું છું હવે,

જીવનમાં ઉલ્લાસનો અતિરેક ક્યાં રહ્યો?

રઘવાટ અને ઘૂઘવાટનો સાગર હતો તુ,

ભરતી પછી જાણે એકાઅંક થંભી ગયો,

હવે તો આશા છે. માત્ર, તને એકવાર મળવાની,

પૂર્વજન્મનો મારો ભરોસો ખોટો તો નથી કર્યો.

  • શંકરભાઈ. ટી. પટેલ – પાટડી

જિંદગી

આંખો વાંચી વાંચીને અમે પાસ થઈ ગયા,

પહેરી કપડાં સારા, અમે સૂકો કપાસ થઈ ગયા,

સાચા હતા શબ્દો એ જ કડવા લાગ્યા,

સામે હતી તરસ, છીપાવવા વર્ષોના વર્ષ લાગ્યા,

એક ક્ષણ માટે થોભી જા તું જિંદગી,

તને જોવા અમે બહુ જ ઘરડા થઈ ગયા.

તું રડાવે તો રડી લઉ, હસાવે તો હસી લઉ,

મારા દરેક સપને હું તને હીરે જડી લઉ,

ભરોસો કર્યો છે મેં તારી પર હવે થોડું જીવી લઉ?

સામે જ હતું મોત, છતાંયે સતત જીવતા ગયા જીવતા ગયા.

  • ભાવેશ મથુરભાઈ પરમાર – રંગપુર, ગાંધીનગર

ભરતીના મોજા

કંઈ એવાં તે ઉઠયા,

જાણે માજા મૂકીને,

એ તો દુનિયાથી રુઠયા.

વંટોળ ફૂંકાયોને,

દુનિયા મુંઝાણી,

નદીઓના રાજા,

જાણે નદીઓથી રુઠયા.

સરીતાની સેર સમી,

નદીઓ દુભાણી,

સાગરે આ વેરી,

સમા તીર કેમ તાણ્યા.

એના દુઃખનું કારણ તું શું જાણે,

તેને સાંભળીને આંસુઓ

પણ રુઠયા.

તેના ટૂટેલા દિલનાં

ટુકડા જ ખૂટયાં,

એને તોડનારા,

ન દુનિયાથી ખૂટયાં.

  • રાહુલ પરમાર – અમદાવાદ