amitabh bachchan meets dr ramana rao who done treatment 35 years ago
  • Home
  • Entertainment
  • Bollywood
  • KBCનાં ઈતિહાસમાં પહેલી વાર અમિતાભે કોઈની માફી માંગી, ‘બીગ બી’થી થઈ ગઈ મોટી ભૂલ!

KBCનાં ઈતિહાસમાં પહેલી વાર અમિતાભે કોઈની માફી માંગી, ‘બીગ બી’થી થઈ ગઈ મોટી ભૂલ!

 | 12:10 pm IST

અત્યાર સુધીમાં લગભગ ક્યારેય એવું નથી બન્યું કે અમિતાભે કૌન બનેગા કરોડપતિના શો પર જ કોઈને માફી માંગી હોય. પરંતુ આ વખતે એ નજારો જોવા મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે શૉ કૌન બનેગા કરોડપતિની આ 11મી સિઝન છે. આ વખતે શૉમાં કર્મવીર સ્પેશિયલ એપિસોડમાં દેશના બેસ્ટ કાર્ડિયોલોજીસ્ટ ડૉક્ટર રમાના રાવ હૉટ સીટ પર હતા.

રમાના રાવ શૉમાં પોતાની પત્ની સાથે હૉટ સીટ પર હતા. રમાના રાવે એક કિસ્સો શેર કર્યો જે બાદ શૉના હોસ્ટ અમિતાભ બચ્ચને હાથ જોડીને તેમની માફી માંગી. ડૉક્ટર રમાના કાવ તે જ ડૉક્ટર છે જેણે 35 વર્ષ પહેલાં અમિતાભ બચ્ચનનો જીવ બચાવ્યો હતો. શૉ દરમિયાન રમાનાએ જણાવ્યું કે, મારુ જે પ્રોફેશનલ કર્તવ્ય છે તે ત્યારે જ શરૂ થયુ હતું કે જ્યારે તમારી સાથે મારી મુલાકાત થઇ હતી. રમાનાએ વધુમાં જણાવ્યું કે, 35 વર્ષ પહેલાં મને રાતે આશરે 1.30 વાગ્યે એક કૉલ આવ્યો અને સામેની વ્યક્તિએ કહ્યું જલ્દી આવો મારા મિત્રની તબિયત ખરાબ છે. જો તમે આ વ્યક્તિનો ઇલાજ કરશો તો તમારુ જીવન બદલાઇ જશે.

રમાનાએ જણાવ્યું કે, હું દંગ રહી ગયો અને જલ્દીથી નીકળી ગયો. જઇને મે રૂમમાં જોયુ તો ત્યાં ખુદ અમિતાભ બચ્ચન હતા. તે દિવસે તમને ઘણો તાવ હતો. તાવના કારણે તમે ધ્રુજી રહ્યાં હતા. મે ચેકઅપ કર્યુ અને દવા આપી. બીજા દિવસે તમે સ્વસ્થ થઇ ગયાં જેથી મને ખુશી થઇ. મને એ વાતની ખબર હતી કે જો હું ઘરમાં આ વાત કોઇને કહીશ તો મારો વિશ્વાસ નહી કરે. તેથી મે તમારો ઑટોગ્રાફ લઇ લીધો હતો.

આ બધી વાત પુરી થયા બાદ અમિતાભ બચ્ચને રમાનાને પૂછ્યું કે આ વાત ક્યારની છે? આ વાત મુંબઇની છે કે બીજે ક્યાંયની? તેના જવાબમાં રમાનાએ કહ્યું કે, આ વાત બેંગલોરની છે. તેના પર અમિતાભે કહ્યું કે હોઇ શકે છે કે 84માં હું ત્યાં શૂટિંગ કરી રહ્યો હોય. અમિતાભને આ વાત બિલકુલ યાદ નહોતી. માટે અમિતાભે જણાવ્યું કે, હા ધીમે ધીમે યાદ આવી રહ્યું છે. બીગ બીએ આખરે માફી માગી અને કહ્યું કે મને માફ કરજો હું તમને ઓળખી ન શક્યો.

આ વીડિયો પણ જુઓ: ગીર સોમનાથના ઉનાનો સિંહનો વીડિયો વાયરલ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન