Kbc fans want apology from amitabh bachchan And sony tv
  • Home
  • Entertainment
  • Bollywood
  • શિવસેનાએ રોડ પર પોસ્ટર સળગાવ્યાં, બચ્ચનને કહો માફી માગે બાકી મામલો મોટા પાયે થઈ જશે

શિવસેનાએ રોડ પર પોસ્ટર સળગાવ્યાં, બચ્ચનને કહો માફી માગે બાકી મામલો મોટા પાયે થઈ જશે

 | 3:30 pm IST

જ્યારથી અમિતાભ બચ્ચનો શો કૌન બનેગા કરોડપતિ શરૂ થયો ત્યારથી જ કંઈક ને કંઈક નવા ખુલાસા થતાં રહે છે. પરતું આ વખતે શો વિવાદમાં ઘેરાયો છે. ‘કૌન બનેગા કરોડપતિ’ની 11મી સીઝન એક સવાલનાં કારણે ભારે વિવાદમાં સપડાઈ છે. શોમાં છત્રપતિ શિવાજી મહારાજ અંગે સવાલ કરવામાં આવ્યો હતો. જેને લઈને સોશિયલ મીડિયા યૂઝર્સ ચેનલ અને અમિતાભ બચ્ચન પાસે માફીની માગ કરી રહ્યા છે. જો કે હવે સોની ટીવીએ આ અપમાન બદલ માફી માગી લીધી છે.

શિવસેના કાર્યકર્તાએ પણ અમિતાભ બચ્ચન વિરોધમાં નારેબાજી કરી અને પોસ્ટર સળગાવ્યા છે. કોલ્હાપુરના શિવસેના પ્રમુખ રવિ કિરણ ઈંગવલેએ આ સમગ્ર મામલે પુરો વિરોધ કર્યો છે. તેણે કહ્યું કે જો અમિતાભ માફી નહીં માગે તો આવનાર દિવસોમાં આંદોલન છેડવામાં આવશે.

હોટસીટ પર બેઠેલી કન્ટેસ્ટન્ટને અમિતાભ બચ્ચને સવાલ પૂછ્યો કે, ‘આમાંથી કયા શાસક મુઘલ સમ્રાટ ઔરંગઝેબના સમકાલીન હતા?’ ઓપ્શનમાં આપવામાં આવ્યું હતું કે મહારાણા પ્રતાપ, રાણા સાંગા, મહારાજ રણજીત સિંહ અને શિવાજીના નામ હતા.

હવે આ સવાલને લઈ કેટલાક લોકોની લાગણી દુભાઈ છે. સોશિયલ મીડિયા પર #Boycott_KBC_SonyTv, #BoycottKBC જેવા હેશટેગ હાલમાં ટ્રેન્ડ થવા લાગ્યા છે. યૂઝર્સનું કહેવું છે કે આ સવાલ છત્રપતિ શિવાજીના અપમાન બરાબર છે તમારે માફી માગવી જોઈએ. એક યૂઝરે લખ્યું, “દેશ અને ધર્મ માટે પોતાનું જીવન સમર્પિત કરનારા છત્રપતિ મહારાજ માટે માત્ર ‘શિવાજી’?”

કેટલાક યૂઝરે લખ્યું કે, ‘નિર્દોષની હત્યા કરનારા ઔરંગઝેબ માટે મુઘલ સમ્રાટ અને લોકોની રક્ષા કરનારા છત્રપતિ શિવાજી મહારાજ માટે માત્ર શિવાજી?’ ઉલ્લેખનીય છે કે, કૌન બનેગા કરોડપતિની 11મી સીઝનને સારી ટીઆરપી મળી રહી છે.

આ વીડિયો પણ જુઓ: ગીરગઢડામાં 1 સાથે 6 સિંહે શિકાર કરી માણી મિજબાની

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન