KEC INTERNATIONAL can provide returns in the power transmission sector
  • Home
  • Supplements
  • Business @ Sandesh
  • પાવર ટ્રાન્સમિશન સેક્ટરમાં KEC INTERNATIONAL સુંદર રિટર્ન આપી શકે

પાવર ટ્રાન્સમિશન સેક્ટરમાં KEC INTERNATIONAL સુંદર રિટર્ન આપી શકે

 | 12:30 pm IST

૧૯૪૫માં સ્થપાયેલી કેઈસી ઇન્ટરનેશનલ આરપીજી ગ્રૂપની કંપની છે. કંપની એન્જિનિયરિંગ, પ્રોક્યુરમેન્ટ અને કન્સ્ટ્રક્શન (ઈપીસી) સેગ્મેન્ટમાં કાર્યરત છે. કંપની ટ્રાન્સમિશન એન્ડ ડિસ્ટ્રિબ્યૂશન અને રેલવે ઇન્ફ્રાસ્ટ્રકચર સેગ્મેન્ટમાં પણ મોટા પાયે હાજરી ધરાવે છે. કંપની વિશ્વના ૬૩ દેશોમાં પોતાની હાજરી ધરાવે છે. કંપની પાવર કેબલ્સ, જેલી ફ્લ્ડિ ટેલિકોમ કેબલ્સ અને ઓપ્ટિકલ ફયબર કેબલ્સનું પણ ઉત્પાદન કરે છે. કંપની સોલર અને સ્માર્ટ ઇન્ફ્રા જેવા સેગ્મેન્ટમાં પણ એન્ટર થઇ છે.

કંપનીની ઇક્વિટી રૂ.૫૧.૪૨ કરોડ છે જેની સામે કંપની પાસે રૂ. ૨,૫૩૨.૯૪ કરોડનું જંગી રિઝર્વ છે. કંપનીમાં પ્રમોટરો ૫૧.૫૯ ટકા, એફઆઈઆઈ ૭.૫૬ ટકા, મ્યુચ્યુઅલ ફ્ંડ્સ ૨૩.૭૭ ટકા, ઇન્સ્યોરન્સ કંપનીઓ ૨.૭૧ ટકા અને પબ્લિક ૧૪.૩૭ ટકા હિસ્સો ધરાવે છે. કંપનીમાં પ્રમોટરો સતત પોતાનો હિસ્સો વધારી રહ્યા છે અને સપ્ટેમ્બર ક્વાર્ટરમાં પ્રમોટરોએ ૦.૨૪ ટકા સ્ટેક વધાર્યો છે જે પોઝિટિવ વાત કહી શકાય.

નાણાકીય વર્ષ ૨૦૧૯માં કંપનીનો નફે ૭.૬૮ ટકા વધીને રૂ. ૪૯૫.૭૭ કરોડ થયો હતો જયારે કંપનીની આવક ૯.૦૧ ટકા વધીને રૂ. ૧૧,૦૦૦.૩ કરોડ થઇ હતી. નાણાકીય વર્ષ ૨૦૨૦ના બીજા ક્વાર્ટરમાં કંપનીની આવક ૧૬.૬૨ ટકા વધીને રૂ. ૨,૮૦૮.૮૧ કરોડ થઈ છે જયારે નફે ૪૨.૨૩ ટકા વધીને રૂ. ૧૩૯.૧૨ કરોડ થયો છે. નાણાકીય વર્ષ ૨૦૨૦ના પહેલા હાફ્માં કંપનીનો નફે ૨૩.૩૩ ટકા વધીને રૂ. ૨૨૭.૭૩ કરોડ થયો છે જયારે કંપનીની આવક ૧૫.૭ ટકા વધીને રૂ. ૫,૨૨૧.૨૬ કરોડ થઈ છે. કંપનીએ પહેલા હાફ્માં રૂ. ૮.૮૬ની ઈપીએસ હાંસલ કરી છે, વર્તમાન ભાવે આ સ્ટોક માત્ર ૧૩.૫ના નીચા પીઈથી ક્વોટ થઇ રહ્યો છે. જે સેક્ટરમાં હરીફે કરતા નીચો છે. નાણાકીય વર્ષ ૨૦૧૯ માટે કંપનીએ ૧૩૫ ટકાનું ડિવિડન્ડ ચૂકવ્યું છે. છેલ્લા ૪ વર્ષોમાં કંપનીનો નફે ૩૨.૪૭ ટકાના સીએજીઆરથી વધ્યો છે. કંપનીને હાલમાં જ રૂ. ૨,૨૫૫ કરોડના નવા ઓર્ડર્સ મળ્યા છે અને હાલમાં કંપનીના હાથ ઉપર રૂ. ૨૦,૦૦૦ કરોડથી વધુના જંગી ઓર્ડર્સ છે. કંપનીનું મેનેજમેન્ટ ઉજ્જ્વળ ભાવિ માટે આશાવાદી છે. ૧૯ એપ્રિલ ૨૦૧૮ના રોજ શેરનો ભાવ રૂ. ૪૪૩.૪ની સપાટીને સ્પર્શ્યો હતો જેની સામે હાલમાં સ્ટોક ૩૭ ટકા નીચે ક્વોટ થઇ રહ્યો છે અને રોકાણ માટે ખૂબ જ આકર્ષક લાગી રહ્યો છે. સ્ટોકમાં રૂ. ૨૮૦-૨૫૦ વચ્ચે રૂ. ૨૩૧ના સ્ટોપલોસ સાથે તબક્કાવાર રોકાણ કરી શકાય. ઉપરમાં આવનાર ૧૫થી ૧૮ મહિનામાં રૂ. ૪૦૦-૪૪૦નો આંક જોવા મળી શકે છે.

નોંધઃ ગત સપ્તાહે અહીંથી મહાનગર ગેસ રૂ. ૯૭૦માં જણાવ્યો હતો જેમાં માત્ર એક જ સપ્તાહમાં ઉપરમાં રૂ. ૧,૦૪૬.૬૫નો આંક જોવાયો. એટલે કે સપ્તાહમાં જ સ્ટોકમાં ૮ ટકાનો સુંદર ઉછાળો જોવાયો.

શેર-સ્વેપ : પ્રતિત પટેલ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન