Kedarnath Film First Review
  • Home
  • Entertainment
  • Bollywood
  • કેદારનાથ First Review: કુદરતના કહેર વચ્ચે સારા-સુશાંતની લવ સ્ટોરી, સારાથી સેલિબ્રિટી ઇમ્પ્રેસ

કેદારનાથ First Review: કુદરતના કહેર વચ્ચે સારા-સુશાંતની લવ સ્ટોરી, સારાથી સેલિબ્રિટી ઇમ્પ્રેસ

 | 1:15 pm IST

સુશાંત સિંહ રાજપૂત અને સારા અલી ખાનની ફિલ્મ કેદારનાથ વિવાદોની વચ્ચે આખરે 7 ડિસેમ્બરના રોજ બોક્સ ઓફિસ પર રીલીઝ થવા જઇ રહી છે. આની પહેલાં બુધવાર રાત્રે મુંબઇમાં ફિલ્મ કેદારનાથનું સ્પેશ્યલ સ્ક્રીનિંગ રખાયું હતું. અભિષેક કપૂરના નિર્દેશનમાં બનેલી ફિલ્મમાં સારા અલી ખાન અને સુશાંત સિંહ રાજપૂત લીડ રોલમાં છે. આ સારાની પહેલી ફિલ્મ છે. સ્ક્રીનિંગમાં બોલિવુડની યુથ બ્રિગેડ સિવાય જાણીતી હસતીઓએ પણ ભાગ લીધો હતો. કેદારનાથના સેલેબ્સ દ્વારા કરાયેલા ફર્સ્ટ રિવ્યુ સામે આવ્યા છે. તેમણે સારાની ફિલ્મને પોઝિટિવ રિસપોન્સ આપ્યો છે.

ફિલ્મ- કેદારનાથ
નિર્દેશક- અભિષેક કપૂર
સ્ટાર કાસ્ટ- સારા અલી ખાન, સુશાંત સિંહ રાજપૂત, મીર સાવરકર

અભિષેક કપૂરના ડાયરેકશનમાં બનેલી ફિલ્મ કેદારનાથ સત્ય ઘટના પર આધારિત છે. ફિલ્મ કેદારનાથની વાર્તા 2013 ઉત્તરાખંડમાં આવેલ પૂરી અને કેદારનાથ ટ્રેજડીના બેકડ્રોપમાં ફિલ્માવેલી લવ સ્ટોર પર આધારિત છે. ફિલ્મ કેદારનાથમાં હિન્દુ મુસ્લિમ લવ સ્ટોરીને ફિલ્માવી છે. ફિલ્મમાં સુશાંત સિંહ રાજપૂત એક મુસ્લિમ છોકરાનું પાત્ર નિભાવી રહ્યો છે, તો સારા અલી ખાન એક હિન્દુ છોકરીનો રોલ પ્લે કરી રહ્યો છે. ફિલ્મમાં સુશાંત સિંહ રાજપૂત મુસ્લિમ હોવા છતાંય હિન્દુ શ્રદ્ધાળુઓને ઘોડા, ખચ્ચર અને પીઠ પર લાદી ધામ સુધી પહોંચાડે છે. ફિલ્મમાં પહેલાં સારાને સુશાંતથી પ્રેમ થઇ જાય છે અને તે સુશાંતને લાઇન મારવાનું શરૂ કરી દે છે. ધીમે-ધીમે બંનેની લવસ્ટોરી આગળ વધે છે. ત્યારબાદ બંનેની લવ સ્ટોરીની ખબર સારાના પિતાને પડે છે અને પછી પ્રેમ માટે જંગ શરૂ થાય છે. આ બધાની વચ્ચે કુદરતનો કહેર વર્તાય છે. ફિલ્મમાં કેદારનાથ ટ્રેજડીને રિક્રિએટ કરાઇ છે જે જોવા જેવી છે. આની આગળની સ્ટોરી જોવા માટે તમારે થોડીક રાહ જોવી પડશે….

અર્જુન રામપાલે ડાયરેકટર અભિષેક કપૂરની શાનદાર કોશિષના વખાણ કર્યાં છે. કલાઇમેક્સ સિકવેન્સમાં સારાનો અભિનય ખાસ્સો સારો છે. સુજૈન ખાને સારાને ગોર્જિયસ ન્યૂ ટેલેન્ટ ગણાવી. તો શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રા એ મેકર્સ અને એકટર્સના ખૂબ વખાણ કર્યા.

અર્જુન રામપાલે ટ્વીટ કરી લખ્યું – કેદારનાથ જોઇ, સુંદર ફિલ્મ છે. તમામે શ્રેષ્ઠ અભિનય કર્યો. સારા અલી ખાન કલાઇમેક્સમાં અમેજિંગ છે. સુશાંત હંમેશાની જેમ સારો લાગે છે. રૉની સ્ક્રૂવાલાને જોઇ સારું લાગ્યું. જાઓ અને ફિલ્મ જોવો.

સુજૈન ખાને ઇન્સ્ટા પર લખ્યું- એક શાનદાર કહાની, ગોર્જિયસ ન્યૂ સુપર ટેલેન્ટ સારા અલી ખાન આવી ચૂકી છે. સુશાંત શાનદાર છે. બંને એ શ્રેષ્ઠ કામ કર્યું. કેદારનાથ મારા દિલને ચુમી ગઇ.

રાજ કુન્દ્રાએ લખ્યું – બસ WOW કહી શકું છું. કેદારનાથને ફિલ્માવી સરળ નહોતું. અભિષેક કપૂર તે એ કરી દેખાડ્યું. વિઝ્યુઅલ ઇફેકટ અને કહાની જોરદાર છે. સુશાંત-સારા ખૂબ જ રિયલ છે. જોવા જેવી ફિલ્મ છે.

કેદારનાથ ફર્સ્ટ ડે કમાશે આટલા કરોડ
મીડિયા રિપોર્ટ્સના મતે કેદારનાથનું ફર્સ્ટ ડે કલેકશન અંદાજે 5-6 કરોડ રૂપિયા હોઇ શકે છે. જો કે આ આંકડો બહુ મોટો નથી, પરંતુ તેને સારું સ્ટાર્ટ કહી શકાય છે. પોઝિટિવ રિવ્યુ અને સારા વર્ડ્ ઓફ માઉથથી મુવીના બોક્સ ઓફિસ કલેકશનને રફતાર મળી શકે છે. મુવીનું બજેટ 35 કરોડની આસપાસ કહેવાય છે.