સારા અલી ખાન અભિનીત ફિલ્મ 'કેદારનાથ'ની રિલીઝ ડેટ જાહેર, જાણી લો તમે પણ - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.1200 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • સારા અલી ખાન અભિનીત ફિલ્મ ‘કેદારનાથ’ની રિલીઝ ડેટ જાહેર, જાણી લો તમે પણ

સારા અલી ખાન અભિનીત ફિલ્મ ‘કેદારનાથ’ની રિલીઝ ડેટ જાહેર, જાણી લો તમે પણ

 | 7:24 pm IST

અભિનેતા સૈફ અલી ખાન અને અભિનેત્રી અમૃતા સિંહની પુત્રી સારા અલી ખાન બોલિવુડમાં ફિલ્મ ‘કેદારનાથ’થી ડેબ્યૂ કરી રહી છે. સારાની ફિલ્મ ‘કેદારનાથ’નું શૂટિંગ શરૂ થઇ ગયુ છે અને ફિલ્મની રિલીઝ ડેટ પણ જાહેર કરવામાં આવી છે.

માઇક્રોબ્લોગિંગ વેબસાઇટ ટ્વીટર પર ટ્રેડ એનાલિસ્ટ તરૃણ આદર્શે ફિલ્મ ‘કેદારનાથ’ જૂન 2018માં રિલીઝ થશે એમ જણાવ્યું છે. તરુણે ટ્વીટ કર્યુ છે કે સુશાંત અને સારા અભિનીત ફિલ્મ આગામી વર્ષે જૂન મહિનામાં રિલીઝ કરાશે.

ઉલ્લેખનીય છે કે, આ ફિલ્મનું દિગ્દર્શન અભિષેક કપૂર કરશે. થોડા દિવસો પહેલા કેદારનાથ મંદિરની બહાર અભિષેક કપૂર અને સારા અલી ખાન જોવા મળ્યા હતા. ત્યારબાદ અટકળોએ જોર પકડયું હતું કે સુશાંત અભિનીત ફિલ્મથી સારા ફિલ્મ જગતમાં પગરણ માંડી રહી છે.