ખુબ જ ખતરનાક છે આ 9 એડલ્ટ એપ્સ, બાળકોને રાખો દૂર - Sandesh
  • Home
  • Technology
  • ખુબ જ ખતરનાક છે આ 9 એડલ્ટ એપ્સ, બાળકોને રાખો દૂર

ખુબ જ ખતરનાક છે આ 9 એડલ્ટ એપ્સ, બાળકોને રાખો દૂર

 | 6:55 pm IST

સ્માર્ટફોનના વધતા ચલણના કારણે હાલમાં નાના બાળકો પણ સ્માર્ટફોન વાપરતા થઈ ગયા છે. પેરેન્ટસ પોતાના બાળકોને તેમની સુરક્ષા અથવા તેમની સાથે ક્નેક્ટ રહેવા માટે આપે છે. પરંતુ બાળકો મોબાઈલનો કઈ રીતનો ઉપયોગ કરે છે તે માતા-પિતાના ખબર રાખવી જરૂરી છે. માર્કેટમાં કેટલીક એવી એડ્લ્ટ એપ્સ છે જેને બાળકોએ યૂઝ ના કરવી જોઈએ. અમે અહી તમને 10 એવા એપ્સ વિશે જણાવી રહ્યાં છીએ જે કોમન એપ્સ છે જો કે બાળકોને આ એપ્સથી દૂર રાખવા જોઈએ. આ બાબતે એક ચોકાવનાર વાત તે છે કે, આ એપ્સના યૂઝર્સમાં મોટી સંખ્યામાં બાળકો અને ટીનેજર્સ પણ સામેલ છે.

હોટ ઔર નોટ
આ એપ્સ કેટલાક વર્ષ પહેલા વેબસાઈટ રીતે શરૂ થઈ હતી. હવે આ એક એપ્સના રૂપમાં આવી ચૂકી છે. આમાં તમારા આજુ-બાજુના આપ-પાસના લોકોમાં સૌથી હોટ લોકો વિશે માહિતી આપવામાં આવે છે, અને તેમની સાથે ડેટ ફિક્સ કરવામાં આવે છે. આ એપ તે માટે ખતરનાક છે કેમ કે 17 વર્ષથી ઓછી ઉંમરવાળા ચેટિંગ કરી શકતા નથી, પંરતુ આ એપ્સમાં કોઈ વેરિફિકેશન સિસ્ટમ આપવામા આવી નથી. કોઈપણ સરળતાથી પોતાની ખોટી ઉંમર બતાવીને આ એપ્સનો વપરાશ કરી શકે છે.

પોકિટ ગર્લફ્રેન્ડ એપ
આ એક એડલ્ટ વીડિયો ગેમિંગ એપ છે. આ એપ્સમાં સ્ક્રિન પર પૂરા કપડા પહેરેલ છોકરીને અનડ્રેસ કરવાની હોય છે. આના એડલ્ટનેસના કારણે ગૂગલ પ્લે પર બેન લગાવી દીધો છે. પરંતુ આ એપ થર્ડ પાર્ટી સ્ટોર પર ઉપલબ્ધ છે.

બાડૂ
આ એડલ્ટ ઓનલી ઓનલાઈન ડેટિંગ એપ યૂઝર્સની લોકેશન અને ફોટાના હિસાબથી તે વિસ્તારમાં રહેલા હજારો યૂઝર્સ સામે રાખી દે છે. જેમને ડેટિંગ કરવી હોય છે. આ એપ ખાસ રીતે એડલ્ટ માટે છે. લોકો અહી સેક્શુયલ ઈમેઝ મોકલે છે અને એકબીજા સાથે ચેટ કરે છે.

સ્કોટ
આ એપ ટીનએજર્સ અને એડલ્ટ્સ માટે ફ્લેટ કરવા માટે બનાવવામાં આવી છે. લોકો પાસે આજુ બાજુના એરિયામાં વેલિડ ડેટ હોય તો તમારા પાસે નોટિફિકેશન આવે છે ત્યાર બાદ પ્વાઈન્ટ આપીને તે વ્યક્તિની ડિટેલ લેવાની હોય છે. આ એપમાં પણ વેરિફિકેશન સિસ્ટમ નથી જેથી બાળકો પણ આ એપને યૂઝ કરી શકે છે.

મીટમી
અન્ય સોશ્યલ ડેટિંગ એપ્સની જેમ મીટમી પણ તમારા માટે ડેટિંગ પાર્ટનર શોધી આપે છે. આ તે માટે ખતરનાક છે કેમ કે, આ એપ્સની મદદથી બાળકો પણ ડેટિંગ કરી શકે છે.

ન્યૂડ ઈટ એપ
આ એક ફન એપ છે જો થર્ડ પાર્ટ સ્ટોર્સમાં ઉપલબ્ધ છે. આ એપ કહે છે કે, તમે તમારા દોસ્તોને ન્યૂડ જોઈ શકો છો. પરંતુ આ એપના ઉપયોગ માત્ર જોક કરવા માટે કરી શકે છે. આનો ઉપયોગ કરવાની સાથે જ બાળકો સાઈબર બુલિંગનો શિકાર થઈ જાય છે.

એક્સ ડ્રાઈવ એપ
આ એપ એપલ યૂઝર્સ માટે જ ઉપલબ્ધ છે. આ પેડ એપ એક ખાસ ટોનમાં તમને મેસેજ સંભળાવે છે. જે તમને સેક્સ ફોર્મૂલા બતાવે છે.

ટોપ ઓફ એડલ્ટ સ્ટોર્સ
આ એડલ્ટ સ્ટારના ફોટોઝ અને વીડિયો બતાવે છે. આ કોપીરાઈટ એપ છે જે ગૂગલ પ્લે પર ઉપલબ્ધ નથી. આ એપ્સ દરેક રીતની ઈમેઝ બતાવે છે જેથી બાળકોને આ એપ્સથી દૂર રાખવા જોઈએ.

9ગેજ
આ યૂઝર્સનો ફની ફોટો યૂઝર્સને શેયર કરવાની સુવિધા આપે છે. જેમાં ટીનેજર્સ પોસ્ટ કરે છે. આ એપ અને વેબસાઈટમાં દરેક પોસ્ટ થાય છે. આ એપ્સમાં એડલ્ટ ફોટો અને એડલ્ટ જોક્સ સુધીનું મટીરિયલ મળે છે. આ એપ્સ દ્વારા સાઈબર ક્રાઈમના કેટલાક કિસ્સાઓ બહાર આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન