Keep Crassula Plant In Home For Attract to Money
  • Home
  • Astrology
  • મની પ્લાન્ટ નહીં આ છોડ ઘરમાં લગાવી બની જાઓ ધનકુબેર

મની પ્લાન્ટ નહીં આ છોડ ઘરમાં લગાવી બની જાઓ ધનકુબેર

 | 4:36 pm IST

દરેક વ્યક્તિની ઈચ્છા હોય કે તેની પાસે ધન દૌલત હોય એશો આરામ હોય અને જે મહેનત કે લગનથી તે કામ કરતો હોય બસ તેટલું તેને મળી જાય પણ ખરેખર ક્યારેક આપણે જોઈએ છીએ કે મહેનત અને અથાગ પરિશ્રમ પછી પણ ધારી સફળતા મળતી નથી. મહેનતની સરખામણીએ બરાબર પૈસા મળતા નથી. આ માટે જ્યોતિષ શાસ્ત્રમાં કેટલાક ખાસ ઉપાય દર્શાવ્યા છે.

આ પણ વાંચો: શ્રાવણી પૂર્ણિમા અને રક્ષાબંધન પર અજમાવી જુઓ આ ટોટકા, સમૃદ્ધિ પગમાં આળોટશે

ધન વૃદ્ધિ માટે આમતો મનીપ્લાન્ટ લગાવવાથી ઘરમાં લક્ષ્મીજીનો વાસ થાય છે પણ બહુ ઓછા લોકો જાણે છે કે મનીપ્લાન્ટથી પણ કારગર હોય છે ક્રાસુલાનો છોડ.

ક્રાસુલાને મની ટ્રી પણ કહેવામાં આવે છે. ફેંગશુઈમાં આ છોડનું ખુબજ મહત્વ છે. કહેવાય છે કે આ છોડથી પૈસા ચુંબકની જેમ ખેંચાઈને આવે છે. અને પૈસા પોતાની તરફ ખેંચીને રાખે છે.

આ પણ વાંચો: સૂર્ય કરશે સિંહ રાશિમાં ભ્રમણ, જાણો તમારી રાશિ પર કેવી પડશે અસર

આ નાનકડો મખમલી છોડ ઘેરા લીલા રંગનો હોય છે. તના પાન ઘેરા અને ફેલાયેલા હોય છે. આને લગાવતા વધારે મહેનત નથી લાગતી. આ છોડને લગાવવા જમીનમાં કે કાચની બોટલ કે પછી કુંડીયામાં પણ વાવી શકશો, આ છોડને તમે ઘરની અંદર છાંયડામાં કે પછી ઘરની બહાર તડકામાં લગાવી શકો છો.

આ છોડ અંગે કહેવાય છે કે સકારાત્મક ઉર્જા અને ધનને પોતાની તરફ ખેંચે છે. આને ઘરના મુખ્ય દરવાજે લગાવવાથી ફાયદો થશે. પછી જુઓ તમારા ઘરમાં ધનની વર્ષા કેવી થાય છે.

આ Video જુઓ: સંપૂર્ણ વિધિ વિધાન સાથે થાય છે તનોટરાય માતાની પવિત્ર આરતી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન