Keep Holi day by day with a lot of attention, otherwise
  • Home
  • Featured
  • હોળીના દિવસે આ રીતે રાખો સ્વાસ્થ્યનું ભરપૂર ધ્યાન, નહીંતર..

હોળીના દિવસે આ રીતે રાખો સ્વાસ્થ્યનું ભરપૂર ધ્યાન, નહીંતર..

 | 11:00 am IST

હોળી રંગોની સાથે-સાથે ખાણી-પીણીનો પણ તહેવાર છે. આખો દિવસ ખાતા-પીતા રહેવાથી આ દરમિયાન તબિયત બગડવાની પુરેપુરી સંભાવના રહે છે. એવામાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી હોય છે. સ્વાસ્થ્યને નજરઅંદાજ કરવું નુકસાન હોય શકે છે. તો આવો અમે તમને જણાવીએ છીએ કેટલીક એવી ટિપ્સ જેને અપનાવવાથી તમે તમારા સ્વાસ્થ્યનું યોગ્ય રીતે ધ્યાન રાખવું જોઇએ.

તળેલુ અને મસાલેદાર ખાવાથી રહો દૂર

હોળીના આ પર્વ પર ખાસ કરીને મસાલેદાર, તળેલા અને સ્વાદિષ્ટ વાનગીઓ બનાવે છે. તમે સ્વસ્થ રહેવા માંગો છો તો તેનું સેવન યોગ્ય પ્રમાણમાં કરો. વધારે તળેલું અને મસાલેદાર ખાવું તમારા સ્વાસ્થ્ય માટે વધારે નુકસાનકારક હોય શકે છે. તેનાથી એસિડીટી, પેટમાં બળતરા. જેવી ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

પ્રમાણસર ખાવું જોઇએ

આ દિવસે લોકોની ઘરમાં અવર જવર રહે છે અને એવામાં ઘણી વખત ખાણીપીણી વધારે થઇ જાય છે. જેની અસર સીધી સ્વાસ્થ્ય પર પડે છે. ધ્યાન રાખો કે આ દિવસે ઓવરઇટિંગ ખાવાથી દૂર રહેવું જોઇએ. જેથી ખાવાનું સહેલાઇથી પચી જાય અને ફૂડ પોઇજનિંગ જેવી ગંભીર સમસ્યાથી પસાર ન થવું પડે.

વધારે પાણી પીઓ

આખો દિવસ કંઇકને કઇ ખાવાનું ચાલતું રહે છે. એવામાં પાણી પીવાનું ઓછુ થઇ જાય છે. કોશિશ કરો કે ઓછામાં ઓછું દિવસમાં 8-10 ગ્લાસ પાણી જરૂરથી પીવું જોઇએ જેથી સ્વાસ્થ્ય સારુ રહે છે.

મિઠાઇ ખાત સાવચેતી રાખો

મિઠાઇઓ વગર દરેક તહેવાર ફીકો લાગે છે. હોળીના દિવસે ખાસ કરીને ધૂઘરા બનાવવામાં આવે છે. પરંતુ ઘૂઘરા પણ વધારે ખાવાથી દૂર રહેવું જોઇએ કારણ કે મેંદાથી બનેલી હોય છે અને તેમા માવાનું સ્ટફિંગ હોય છે.

ન પીવી જોઇએ ભાંગ

ભાંગ વગર હોળી અધૂરી હોય છે. પરંતુ બને તેટલી ભાંગ ઓછી પીવી જોઇએ. તેના હેંગ ઓવરથી તમને ખૂબ પરેશાનીનો સામનો કરવો પડી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન