keep-in-mind-if-you-store-your-data-on-google-drive
  • Home
  • Technology
  • જો તમે ગૂગલ ડ્રાઈવ પર તમારો ડેટા સ્ટોર કરો છો તો ચેતી જજો

જો તમે ગૂગલ ડ્રાઈવ પર તમારો ડેટા સ્ટોર કરો છો તો ચેતી જજો

 | 11:03 am IST

WhatsApp દ્વારા તેનાં વપરાશ કર્તાઓને જણાવ્યું છે કે જો કોઈ વપરાશકર્તા તેની માહિતીના બૅકઅપને Google ડ્રાઇવમાં રાખે છે તો તે ઇન્ક્રીપ્ટેડ એટલે કે ગુપ્ત રહેશે નહી. તે ડેટાને Google વાંચી શકે છે અને માગણી કરવામાં આવે તો તે તમામ માહિતી સિક્યોરિટી એંજીન્સીઓને પણ આપી શકે છે. એટલે કે જો Google ડ્રાઇવમાં તમે તમારી માહિતીને બેકઅપમાં રાખશો તો તમે જે માહિતી મોકલી રહ્યા છો તે Google પર સેફ નથી કેમકે માહિતી લીક થઈ શકે છે.

WhatsApp તેની સાઈટ પર ખુલાસો કરતા કહ્યું કે તમારા ડેટાને જો તમે એવું વિચારીને એકત્રિત કરતાં હો કે તમારી માહિતી ક્યારેય લીક થશે નહી તો તે વાત સદંતર ખોટી છે. ફેસબુકની માલિકીની કંપની WhatsApp 16 ઓગષ્ટે જણાવ્યુ હતુ કે કંપનીએ Google સાથે કરાર કર્યો છે. જે અનુસાર ગ્રાહકોને ક્લાઉડ સ્ટોરેજ સર્વિસ એટલે કે ગૂગલ ડ્રાઇવ પર માહિતી સ્ટોરેજ કરવાની ફેસિલિટિ 12 નવેમ્બરથી મળશે.અત્યાર સુધી WhatsApp પર માહિતી સ્ટોર તો કરી શકાતી હતી પરંતુ 15 જીબી સ્પેસ સુધીનો જ ડેટા સ્ટોરેજ કરી શકાતો હતો.

આપને જણાવી દઈએ કે ભારત સરકાર છેલ્લા કેટલાક દિવસોથી વોટ્સએપ પર દબાણ કરી રહ્યું છે કે તે એવી સુવિધા લાવે કે જ્યાંથી કોઈ મેસેજ ક્યાંથી આવે છે, તેને શોધી શકાય. જેથી માહિતીના સોર્સને જાણી શકાય. જો કે WhatsApp દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યુ છે કે આવી ટેકનોલાજી હાલ તો તેની પાસે નથી.

WhatsApp ઉપયોગ કરતા કરોડો વપરાશકર્તાઓ માહિતીનું આદાનપ્રદાન કરી રહ્યા છે. WhatsAppનો દાવો છે કે વપરાશકર્તાઓની માહિતી સંપુર્ણ પણે સુરક્ષિત છે.