even if you take care of yourself, your face will grow like the moon
  • Home
  • Fashion & Beauty
  • આ રીતે રાખો થોડી તમારી પણ કાળજી, ચહેરો ચાંદ જેવો ખીલી જશે

આ રીતે રાખો થોડી તમારી પણ કાળજી, ચહેરો ચાંદ જેવો ખીલી જશે

 | 8:00 am IST

ત્વચાના સૌંદર્યને જાળવી રાખવા માટે ત્વચાની પ્રકૃતિ, મોસમનો મિજાજ અને એની પોષક જરૂરિયાતો પ્રત્યે આપણે નિરંતર સજાગ રહેવું પડે છે. આ ઋતુમાં ત્વચામાં ભીનાશની કમીને કારણે આપની ત્વચામાં રૂક્ષ લાલ ચકામા પણ પડી જાય છે. શિયાળો પૂરો થતો હોઈ, ત્વચામાં ભેજને જાળવી રાખવાની આવશ્યકતા જણાય છે.

જો આપની ત્વચા અતિશુષ્ક હોય તો તમે રાસાયણિક સાબુનો ઉપયોગ બંધ કરી દો, ને સાબુને બદલે સવાર-સાંજ ક્લિંઝરનો ઉપયોગ કરી શકો છો. ત્વચાને દરરોજ ક્લિજિંગની સાથે જ ત્વચાને પોષાહાર પણ પ્રદાન કરો. ઘરેલું આયુર્વેદ ઉપચાર તરીકે તમે ત્વચા પર તલના તેલની માલિશ કરી શકો છો.

મધ એ પ્રભાવશાળી પ્રાકૃતિક ભીનાશ પ્રદાન કરીને ત્વચાને મુલાયમ અને કોમળ બનાવે છે. વાસ્તવમાં આમ વસંતઋતુ દરમિયાન દરરોજ ૧૫ મિનિટ સુધી મધનું લેપન આપના ચહેરા પર કર્યા કરો અને પછી સ્વચ્છ તાજા પાણીથી ધોઈ લો, એથી શિયાળા દરમિયાન પડેલી ચામડી પરની વિપરીત અસરો ઘટે છે. વસંતઋતુ આવતાં જ ત્વચામાં એલર્જીની સમસ્યા સામાન્ય જણાય છે,

જેમાં ત્વચામાં કરકરાશ, ચકામાં, લાલ ધબ્બા જોવા મળે છે. વસંતઋતુમાં વાતાવરણમાં વાયુ અને જળ પ્રદૂષણની માત્રા પણ વધી જાય છે, જેની ત્વચા પર સીધી અસર પડે છે. એ પરિસ્થિતિઓમાં ‘ઓવર ક્રીમ’ સૌંદર્ય પ્રસાધન ઘણું મદદગાર સાબિત થાય છે, ચંદન ક્રીમને ત્વચાને સંરક્ષણ તથા રંગત રાખવામાં અતિ ઉપયોગી મનાય છે, એનાથી ફોડકી, ખીલ અને અન્ય એલર્જી મટે છે. એથી ત્વચામાં ક્ષારને નિયંત્રિત કરવામાં પણ મદદ મળે છે.

પરંતુ જો ત્વચામાં કરકરાશ વધુ હોય તો ડોક્ટરની સલાહ અવશ્ય લો. ચંદન અત્યંત ગુણકારી હોય છે તથા બધા પ્રકારની ત્વચા માટે ઉપયોગી મનાય છે. જે અસરકારક એન્ટિસેપ્ટિક હોય છે અને ત્વચાની ભીનાશ જાળવી રાખવાની ક્ષમતાને પણ વધારે છે. ત્વચાની સમસ્યાઓ પાસ કરીને, ફોડકી-ખીલ, લાલ ચકામાં, ડાઘ વગેરેમાં તુલસી પણ અત્યંત લાભપ્રદ મનાય છે. તુલસીના ઔષધીય ગુણોને કારણે જ તે પ્રાચીનકાળથી પૂજાય છે. આધુનિક વૈજ્ઞાનિકે પણ સ્વીકાર્યું છે કે તુલસી હવાને શુદ્ધ કરે છે અને ત્વચાને શાંત, સૌજય તથા ચિકિત્સક લાભ પ્રદાન કરે છે. એટલે જ પ્રાચીન સમયથી તુલસીને ઘરઆંગણે ઉગાડાય છે.

વસંતઋતુમાં ઘરેલુ ઉપચાર

ત્વચાના ખાજ-ખુજલી અને ફોડકીઓમાં ચંદન પેસ્ટના લેપ કરો. ચંદન પેસ્ટમાં થોડુંક ગુલાબજળ ભેળવીને તેને અસરકારક ત્વચા પર લગાવી અર્ધાકલાક પછી તાજા-સ્વચ્છ પાણીથી ધોઈ લો. ચંદનનું સુગંધિત તેલ પણ એમાં અતિ લાભકારી સાબિત થાય છે. બેકે ત્રણ ટીપા ચંદનના સુંગધિત તેલને ૫૦ મિ.લિ. ગુલાબજળમાં ભેળવો અને અને અસરકારક ત્વચા પર લગાવો. ત્વચાની કરકરાશમાં એપલ સિડર વિનેગર ઘણું મદદગાર સાબિત થાય છે.

એમાં એન્ટિસેપ્ટિક તથા એન્ટિફંગલ ગુણ વિદ્યમાન હોય છે, જેનાથી ગરમીની જલન અને વાળના ખોડાની સમસ્યા નિવારણમાં ખાસ મદદ મળે છે, એપલસિડર વિનેગરના થોડા ટીપાંને કોટનવૂલની મદદથી કંકશ ભાગો પર લગાઓ. જો આપને એપલ સિડર વિનેગર બજારમાંથી ન મળતો હોય તો એની જગ્યાએ વિકલ્પ તરીકે રસોઇમાં વપરાતા સરકાનો ઉપયોગ પણ કરી શકો છો.

લીંબુના પાનને ચાર કપ પાણીમાં હળવી આંચ પર એક કલાક ઊકાળો. આ મિશ્રણને ટાઇટ જારમાં આખી રાત રહેવા દો. બીજે દિવસે પાણી નીચોવીને પાનની પેસ્ટ બનાવી લો અને આ પેસ્ટને અસરગ્રસ્ત ત્વચા પર લગાવો, ફાયદો મળશે. ત્વચામાં મુલતાની માટી પણ ખૂબ ફાયદાકારક નિવડે છે. એક ચમચી મુલતાની માટીમાં ગુલાબજળ ભેળવીને એ પેસ્ટને અસરકારક જગા પર ૧૫-૨૦ મિનિટ સુધી લગાવીને રાખો, પછી ધોઈ નાખો. ત્વચાની કરકરાશ પર બાયોકાર્બોનેટ સોડા પણ અત્યંત અસરકારક સાબિત થાય છે.

બાયોકાર્બોનેટ સોડા અને મુલતાની માટી અને ગુલાબજળનું મિશ્રણ બનાવીને પેક બનાવી લો અને પેકને ખુજલી, કરકરી ત્વચા, ફોડકીઓ પર લગાવીને ૧૦ મિનિટ બાદ તાજા પાણીથી ધોઈ નાખો એથી ત્વચામાં ફાયદો થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન