NIFTY 9,964.40 -157.50  |  SENSEX 31,922.44 +-447.60  |  USD 64.7900 -0.02
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • GST લાગૂ થયા બાદ રાખવા પડશે શોપિંગ બિલ અને ગિફ્ટસનો રેકોર્ડ

GST લાગૂ થયા બાદ રાખવા પડશે શોપિંગ બિલ અને ગિફ્ટસનો રેકોર્ડ

 | 3:22 pm IST

ગુડઝ એન્ડ સર્વિસ ટેક્સ (GST)ની આગામી એક જૂલાઈથી શરૂ થનાર નવી ઇનડાયરેક્ટ ટેક્સ પૉલિસી વ્યવસ્થાની અંતર્ગત ગુમ થયેલ, ચોરી થયેલા અથવા તો નષ્ટ સામાનનો અલગ રેકોર્ડ રાખવો પડશે. આવી જ રીતે
નમૂનાના રૂપમાં આપવામાં આવેલ વસ્તુ કે ગિફ્ટમાં આપવામાં આવેલ વસ્તુનો પણ રેકોર્ડ રાખવો પડશે.

જીએસટીની અંતર્ગત રેકોર્ડના મેનટેનન્સ માટે તૈયાર કરાયેલા ડ્રાફ્ટ નિયમોમાં કહ્યું છે કે હિસાબી એકાઉન્ટસને ક્રમાનુસાર રાખવા પડશે અને રજીસ્ટરમાં, ખાતામાં અથવા દસ્તાવેજ અવ્યવસ્થિત નહીં હોય. સીબીઇસી દ્વારા
બહાર પાડવામાં આવેલા નિયમોના ડ્રાફ્ટમાં દરેક ગતિવિધિ માટે હિસાબી એકાઉન્ટનો રેકોર્ડ રાખવાનું કહ્યું છે.

ઉત્પાદન હોય કે પછી વેપાર અથવા સર્વિસીસ માટે જોગવાઇ દરેક ગતિવિધિનો રેકોર્ડ અલગ-અલગ રાખવો જોઇએ. બોર્ડે કહ્યું કે વસતુ અથવા સર્વિસીસ માટે એક સહી અને સાચા હિસાબ રાખવા પડશે. તેના માટે સંબંધિત
દસ્તાવેજ જેમકે ઇનવૉઇસ, સપ્લાય બીલ, ડિલિવરી ઇનવોઇ, ક્રેડિટ નોટ, ડેબિટ નોટ, ડિલિવરી રિસિપ્ટ, ચૂકવણી અને રિફંડ ઇનવૉઇસ, અને ઇ-વે બિલોને નવી જીએસટી વ્યવસ્થા અંતર્ગત સુનિયોજીત રીતે રાખવા પડશે.

જીએસટીને દેશમાં આઝાદી બાદનું સૌથી મોટું ટેક્સ સુધારણા માનવામાં આવી રહ્યું છે. તેને એકદમ સરળ અને અનુપાલન આવશ્યકતાવાળી કર વ્યવસ્થા મનાય છે.

વેપારીઓને રાખવો પડશે આ રેકોર્ડ
દેશણાં વેપારીઓને દરેક વસ્તુના સ્ટોકનો ચોખ્ખો રેકોર્ડ રાખવો જરૂરી હશે. માલની પ્રાપ્તિ, તેની આપૂર્તિની ચોખ્ખો રેકોર્ડ રાખવો પડશે. શરૂઆતમાં કેટલો માલ હતો, કેટલો મળ્યો, કેટલો પુરવઠો ગયો, કેટલો ગુમ થયો,
ખરાબ થયો, સમાપ્ત થઇ ગયો અથવા તો મફ્ત નમૂનાના રૂપમાં આપ્યો કે પછી ગિફ્ટમાં આપ્યો તેનો સંપૂર્ણ રેકોર્ડ રાખવો જોઇએ. કાચો માલ કેટલો છે અને તૈયાર માલ કેટલો છે, નકામા ટુકડા અને ખરાબ કેટલો છે તમામ
રેકોર્ડ હોવા જોઇએ.