Keep the aftereffects of the sabudana
  • Home
  • Featured
  • સાબુદાણા પલાળતા પહેલા રાખો આ વાતનું ધ્યાન, નહીંતર થઇ જશે પોચા

સાબુદાણા પલાળતા પહેલા રાખો આ વાતનું ધ્યાન, નહીંતર થઇ જશે પોચા

 | 5:22 pm IST

સાબુદાણા એક ખાદ્ય પદાર્થ છે. સાબુદાણા નાના નાના મોતી જેવા દેખાવવાળા, ગોળ આકારના તેમ જ સફેદ રંગના હોય છે.ગુજરાત રાજ્યમાં સાબુદાણાની વાનગીઓનો ઉપયોગ ઉપવાસ દરમિયાન ફરાળ તરીકે કરવામાં આવે છે. સૂપ તેમજ અન્ય વાનગીઓને રબડીની જેમ ઘાટી કરવા માટે પણ સાબુદાણાનો ઉપયોગ થાય છે. તેનાથી સાબુદાણાની ખીચડી બનાવવામાં આવે છે. પરંતુ આ દરેક વાનગી બનાવવા માટે પહેલા તેને પલાળવા પડે છે. પણ જો તેને યોગ્ય રીતે પલાળવામાં ન આવે તો તે પોચા થઇ જાય છે. તો આવો જોઇએ કેવી રીતે સાબુદાણા પલાળવા જોઇએ.

– જો તમે સાબૂદાણા પલાળતા સમયે વધારે પાણી નાખશો તો તેનાથી બનતી વસ્તુઓ ચિકાશ વાળી થઈ શકે છે.
– જો સાબૂદાણા સૂકા લાગે તો તેની ઉપર 1 મોટી ચમચી પાણી છાંટવું અને સારી રીતે મિક્સ કરો.
– જરૂર મુજબ તમે વધારે પાણી નાખી શકો છો. પણ એક જ વારમાં બહુ વધારે પાણી ન નાખવું.
– જો તમે મોટા આકારના સાબૂદાણા પલાળી રહ્યા છો તો તેને 6-7 કલાક પાણીમાં પલાળી રાખો. તે પલાળવા માટે બે કલાક પૂરતા નથી.
– 1 કપ સાબૂદાણાને પલાળવા માટે 1 કપ પાણી પૂરતૂ છે. એટલેકે સાબૂદાણામાં પૂરતુ જ પાણી લેવું જોઇએ.
– નાની સાઈઝના સાબૂદાણાને 30 મિનિટ સુધી પાણીમાં પલાળવા. ત્યારબાદ તેને પાણી કાઢી 2-3 કલાક રાખ્યા પછી જ ઉપયોગ કરવું.