keeping tulsi in home keep these things in mind while keeping
  • Home
  • Astrology
  • તુલસીજીના છોડ પાસે ભૂલથી પણ ન રાખો આ વસ્તુઓ નહીંતો થઈ જશો કંગાળ

તુલસીજીના છોડ પાસે ભૂલથી પણ ન રાખો આ વસ્તુઓ નહીંતો થઈ જશો કંગાળ

 | 12:03 pm IST

તુલસી આમ તો એક છોડ છે પણ હિંદુ ધર્મમાં તેને ખાસ મહત્વનો માનવામાં આવે છે. આ છોડને લક્ષ્મીજી માનીને પૂજવામાં આવે છે. ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરવામાં જો તુલસીદલનો ઉપયોગ ન થાય તો તેમની પૂજા અધુરી રહે છે. ભગવાન વિષ્ણુની પત્ની વૃંદાને દેવ પ્રબોધિની એકાદશીના દિવસે તુલસી અને શાલિગ્રામનો વિવાહ કરાવવામાં આવે છે. આપણે ત્યાં પરંપરા છે કે તેમના વિવાહ ખુબજ ધામધુમથી થાય છે.

શાસ્ત્રો અનુસાર જે ઘરમાં તુલસીજીની પૂજા થાય છે કે જ્યાં તુલસીજીનો છોડ રાખવામાં આવે છે તે ઘરમાં સમૃદ્ધિ અને સુખ શાંતિ રહે છે. ભગવાન વિષ્ણુજીની પૂજા બાદ પ્રસાદમાં તુલસીદલ ખુબજ જરૂરી છે. કેમકે તુલસીદલના હોય તો ભગવાન આ પ્રસાદને સ્વીકારતા નથી.

તુલસી પાસે ગંદકી ન હોવી જોઈએ

ધ્યાનમાં રાખો કે તુલસીજી એક પવિત્ર છોડ છે તમારા તુલસીજીના ક્યારા પાસે એકદમ સાફ સફાઈ હોવી જોઈએ. તુલસીજી જો સુકાય જાય તો તેનાથી અશુદ્ધતા ફેલાય છે. આથી રોજ તુલસીજીની આસપાસ સફાઈ કરો. ગાયના છાણથી ક્યારાને લીપો.

તુલસીજી પાસે આ વસ્તુઓ ન રાખો

તુલસીજી પાસે સાવરણી, ચપ્પલ ક્યારેય ન રાખો. કેટલાક લોકો પૂજાનો સામાન જેમકે ફુલો, નાડાછડી વઘેલુ પાણી તુલસીજીના ક્યારામાં નાંખી દે છે આવુ કરવાનું ટાળો.

રાત્રે ક્યારેય ન આપો જળ

કેટલીક મહિલાઓ સાંજે તુલસીજી પાસે દીવો કરી જળ ચઢાવે છે આવું ક્યારેય ન કરો રાત્રીના સમયે ક્યારેય તુલસીજીને જળ ન ચઢાવો. તુલસીજીને સવારે સ્નાન કર્યા પછી જ જળ ચઢાવો. તુલસીજીની પાસે ક્યારેય પાત્રમાં જળ ભરીને ન રાખો. તુલસીજી પાસે જ્યારે દીવો કરો તે ઠરી જાય પછી ત્યાંથી હટાવી દો ત્યાંને ત્યાં ક્યારેય ન રાખો.

ખુલ્લા વાળ રાખીને ક્યારેય તુલસીજી પાસે ન જાઓ

હંમેશા મોટાભાગે મહિલાઓ સ્નાન કરી ખુલ્લાવાળ રાખીને તુલસીજીને જળ ચઢાવવા જાય છે, તુલસીજીને ભગવાન વિષ્ણુએ સદા સુહાગનનું વરદાન આપ્યુ છે અને આજ કારણે માથા પર ભગવાને તુલસીજીને ધારણ કર્યા છે. સૌભાગ્ય વૃદ્ધિ માટે વાળને બાંધીને માગમાં સિંદૂર લગાવીને તુલસીજીને જળ આપવુ જોઈએ. ખુલ્લાવાળમાંથી જો તુલસીજી પર પાણી ટપકે તો અશુભ થાય છે.

તુલસીજીને ચુંદડી ઓઢાડી રાખો ધ્યાન

ઘરોમાં તુલસીજીને ચંદડી ઓઢાડીને રાખવામાં આવે છે. પણ સાથે એ વાતનું ધ્યાન રાખો કે ચુંદડી ખુબ જુની ન હોવી જોઈએ. ફાટેલી કે ઉડેલા કલરવાળી ન હોવી જોઈએ. એકાદશીએ ચુંદડીને બદલવી જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન