બેડરૂમમાં રાખશો આ વસ્તુઓ તો, વધશે જીવનસાથી વચ્ચે અંતર! - Sandesh
  • Home
  • Astrology
  • બેડરૂમમાં રાખશો આ વસ્તુઓ તો, વધશે જીવનસાથી વચ્ચે અંતર!

બેડરૂમમાં રાખશો આ વસ્તુઓ તો, વધશે જીવનસાથી વચ્ચે અંતર!

 | 6:02 pm IST

વાસ્તુ વિજ્ઞાનમાં બેડરૂમનું વિશેષ મહત્વ દર્શાવાયું છે. દરેક વ્યક્તિના જીવન પર તેનો પ્રભાવ પડે છે. દિવસભરનો થાક ઉતારી વ્યક્તિ નવા દિવસની શરૂઆત નવી ઉર્જા સાથે કરે છે. તેમજ સુખી દાંપત્યજીવન માટે પણ બેડરૂમ વાસ્તુશાસ્ત્રના નિયમાનુસાર હોય તે જરૂરી છે. જો તેમ ન હોય તો દાંપત્યજીવનમાં પણ સુખ તેમજ શાંતિ રહેતીનથી. જો બેડરૂમમાં નીચે દર્શાવેલી બાબતોનું ધ્યાન ન રાખવામાં આવે તો દંપતિના સંબંધો જોખમાઈ જાય છે ઉપરાંત આર્થિક સમસ્યાઓ પણ આવે છે.

– ઘણા લોકો પોતાના બેડરૂમમાં વોશ બેસિન લગાવે છે. જો બેડરૂમમાં વોશ બેસિન હશે તો પતિ-પત્ની વચ્ચેનો વિશ્વાસ ઘટી જાય છે, તેમજ શંકા ઘર કરી જાય છે.

– મહેમાન અને મિત્રોને બેડરૂમમાં ન બેસાડવા, આમ કરવાથી બેડરૂમમાં નકારાત્મકતા વધે છે અને દંપતિ વચ્ચે સમસ્યાઓ આવવા લાગે છે.

– બેડરૂમમાં અરીસો ન લગાવવો, જો તેના વિના ચાલે તેમ ન હોય તો તેની ગોઠવણ એવી રીતે કરવી કે જેનાથી બેડનું પ્રતિબિંબ અરિસામાં ન પડે.

– જે પલંગ પર તમે સૂતા હોય તેની નીચે સામાન રાખવાની જગ્યા રાખી હોય તો તેમાં ઈલેક્ટ્રોનિક્સ તેમજ વધારાનો સામાન ન રાખવો જોઈએ. બેડ નીચે જૂતા-ચંપલ પણ ન રાખવા.

– બેડરૂમમાં કોઈપણ પ્રકારના કુંડા ન રાખવા, જો સજાવટ માટે રાખવા હોય તો ખોટા ફુલ રાખી શકો છો.