Vastu Shatra: keep-this-in-knowledge-before-bringing-idols-in-home
  • Home
  • Astrology
  • ઘરમાં કોઈ પણ મૂર્તિ લાવતા પહેલાં જાણી લો આ વાતો

ઘરમાં કોઈ પણ મૂર્તિ લાવતા પહેલાં જાણી લો આ વાતો

 | 1:06 pm IST

દેવી દેવતાઓની મૂર્તિઓ ઘરમાં લાવવી એ કોઈ નવી વાત નથી. આપણે અવારનવાર આવી મૂર્તિઓ લાવતા હોઈએ છીએ. શું તમે જાણો છો કે પ્રતિમાઓની પણ બંને અસર હોય છે સકારાત્મક અને નકારાત્મક. દેવી દેવતાઓની પ્રતિમાઓ કેવળ સજાવટની વસ્તુ નથી. તે માર્ગદર્શક શક્તિના રૂપમાં કામ કરે છે. તો ઘરમાં કોઈ પણ મૂર્તિ લાવતા પહેલા જાણી લો આ વાતો….

કુબેર – જો તમે ઘરમાં કુબેરની મૂર્તિને સ્થાન આપવા માંગતા હોય તો પહેલાં તો એ જાણી લો કે તે એક રાક્ષસ દેવ છે. અલબત્ત તેને ધનપતિ કહેવામાં આવે છે પણ તે ઉત્તર દિશાનું પ્રતિનિધિત્વ કરે છે. માટે જો તેની મૂર્તિને ઘરમાં સ્થાન આપવામાં આવે તો ઉત્તર દિશામાં સ્થાન આપવું જોઈએ.

અન્નપૂર્ણા – દેવી અન્નપૂર્ણા એ કુંટુંબ અને પરિવારનું પાલન કરનારા દેવી છે. તે માનવીને ભોજન માટે અન્ન આપે છે. પરિવારનું સારી રીતે નિર્વહન કરે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર જો તમે અન્નપૂર્ણાની મૂર્તિને ઘરમાં સ્થાન આપવા માંગતા હોય તો ચોખાથી ભરેલો જાર કે બરણી કે ડબ્બામાં દેવી અન્નપૂર્ણાની નાની કાંસાની પ્રતિમા મુકવી જોઈએ. આમ કરવાથી ઘરમાં ભંડાર ભર્યા રહે છે. ખાધે-પીધે કોઈ વાતની ખોટ આવતી નથી. સુખ સંપદા આવતી રહે છે.

સૂર્ય – સૂર્ય એ જીવતા જાગતા દેવ છે. આમ તો તેમના દર્શન જ સૌથી મહત્વપૂર્ણ છે. તેમની મૂર્તિની જરૂર નથી. આમછતાં જો તમે સૂર્ય દેવની મૂર્તિને ઘરમાં સ્થાન આપવા માંગતા હોય તો ઘરમાં પૂર્વ દિશામાં સૂર્યની પ્રતિમા કે ચિત્ર લગાવવું જોઈએ. શક્ય હોય તો સાક્ષાત સૂર્ય દેવના સવારે દર્શન કરવા જોઈએ. તેમના કિરણો ઘરની સકારાત્મક ઉર્જામાં વધારો કરે છે. અનેક લોકો ઘરના બારી -બારણા બંધ રાખે છે. આમ કરવાથી કિડની અને પ્રોસ્ટેટના રોગો થવાની શક્યતા વધી જાય છે. સૂર્યનો તડકો ઘરમાં આવવો જોઈએ. તો ઘરનું વાતાવરણ અને ઉર્જા યોગ્ય રહે છે. સાથોસાથ અનેક અન્ય બીમારીઓ પણ ઘર કરી જાય છે. માટે તડકો ખાવો, સૂર્યના દર્શન કરવા એ અતિ શુભ છે. વહેલી સવારે તેમ કરવું જોઈએ.

મૈડીસિન બુદ્ધ – મૈડીસિન બુદ્ધને કમળના સિંહાસન પર વજ્રાસનમાં બેસાડેલા દેખાડવામાં આવે છે. કમળનું ફૂલ મન તથા ધરતીની પવિત્રતાનું પ્રતિક છે. જ્યારે વજ્રાસનને હીરક આસન પણ કહેવાય છે. ડાબા હાથથી તે પૂર્ણ સંતુલનનો સંકેત કરે છે. આ ભાવ એક વિશેષ અવસ્થાનું પ્રતીક છે. આ ભાવને બુદ્ધે ત્યારે ધારણ કર્યો હતો જ્યારે તે અંજીરના વૃક્ષની નીચે બેસીને ધ્યાન મગ્ન થઈ ગયા હતા. એનાથી તેમને ગહન ચિંતનની અવસ્થામાં જવા માટે મદદ મળી હતી. જમણા હાથમાં સુખ તથા નીડરતાનો ભાવ બને છે જે આશીર્વાદ તથા સંરક્ષણનું પ્રતીક છે. મૈડીસિન બુદ્ધની સાથે ધ્યાન કરવાથી સ્વાસ્થ્ય લાભ થાય છે. અને સકારાત્મક ઉર્જા પ્રાપ્ત થાય છે. તેનાથી પોતાના તેમજ અન્યના ઉપચારમાં સહાયક થાય છે.

સિંહ – પ્રાણીઓની દુનિયામાં રાજા સિંહને સંગ્રામ તથા શક્તિ માટે ઓળખવામાં આવે છે. ચીની સંસ્કૃતિમાં કહેવામાં આવે છે કે પ્રવેશ દ્વાર પર સ્થાપિત સિંહોની જોડી દુર્ભાગ્યની રક્ષા કરે છે.

શંખ – શંખ માનવામાં આવે છે કે ગણેશ ભગવાન સાથે શંખની તસવીર ન રાખવી જોઈએ. અલબત્ત શંખ અને ગણેશજીની પ્રતિમા શુભ ફળદાયી નિવડે છે. પણ તેને સાથે ન રાખવી જોઈએ. જો શંખને કોઈ પ્રતિમાની સાથે રાખવો હોય તો તે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની પ્રતિમાની સાથે રાખવો જોઈએ. તેનાથી ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે.

જો ઘરમાં મૂર્તિ રાખવામાં આવે તો એક ભગવાનની એકથી વધું મૂર્તિઓ ન રાખવી જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન