ઘર બનાવતા પહેલા રાખો ખાસ આ ધ્યાન, નહિં તો પડશો મુશ્કેલીઓમાં - Sandesh
  • Home
  • Astrology
  • ઘર બનાવતા પહેલા રાખો ખાસ આ ધ્યાન, નહિં તો પડશો મુશ્કેલીઓમાં

ઘર બનાવતા પહેલા રાખો ખાસ આ ધ્યાન, નહિં તો પડશો મુશ્કેલીઓમાં

 | 4:45 pm IST

કોઈપણ મકાન બનાવવાના મુખ્ય બે હેતુ હોય છે. તેમાંથી એક છે રહેવા માટે અને બીજું છે ઉદ્યોગ-ધંધા માટે. હેતુ કોઈપણ હોય, પરંતુ મકાન બનાવતાં પહેલાં વાસ્તુશાસ્ત્ર અનુસાર નકશો બનાવી લેવો જોઈએ. ત્યારબાદ પાયો ખોદી પૂજનાદિ શુભ મુહૂર્તમાં કરાવીને તેનું નિર્માણ કાર્ય કરવું જોઈએ. મકાન બનાવતાં પહેલાં વાસ્તુશાસ્ત્રના નિયમોને જાણી લેવા જોઈએ.

આંગણું
ઘરનું આંગણું ખાલી રાખવું જોઈએ. આવું આંગણું ઉત્તર અથવા પૂર્વ દિશા કે ઈશાન ખૂણામાં ખુલ્લું રાખવું જોઈએ. જો ઘરમાં બ્રહ્મસ્થાન મધ્યમાંથી ઊંચું અથવા ચારે દિશાઓમાંથી નીચું હોય તો તે શુભ ગણાય છે. આનાથી ઊલ્ટી સ્થિતિ અશુભ મનાય છે.

શયનખંડ
ગૃહસ્વામીનો શયનખંડ નેઋત્ય ખૂણામાં અથવા પશ્ચિમ દિશામાં બનાવવો. શયનખંડમાં પૂજા ઘર ઈશાન ખૂણામાં રાખવું. જો ગૃહસ્વામી મોટેભાગે બહાર રહેતા હોય તો શયનખંડ વાયવ્ય ખૂણામાં બનાવડાવવો. પલંગનો એક ભાગ એવો રાખવો કે ઊઠતી વખતે મુખ પૂર્વ દિશા તરફનું રહે. જો મુખ ઊઠતી વખતે ઉત્તર દિશામાં રહેતું હોય તો ધનની દૃષ્ટિએ અતિ શુભ રહે છે. શયનખંડનું દ્વારા સળંગ એક જ પડખાનું રાખવું જોઈએ.

રસોડું
રસોડું અગ્નિ ખૂણામાં બનાવડાવવું જોઈએ. રસોડું અગ્નિ ખૂણામાં બનાવી શકાય તેમ ન હોય તો તે પશ્ચિમ દિશામાં બનાવવું, પરંતુ ગેસની સગડી અગ્નિ ખૂણામાં રાખવી. ઈશાન ખૂણામાં ગેસની સગડી રાખવાથી વંશમાં વૃદ્ધિ થાય છે, પરંતુ ધનનો ક્ષય થાય છે. કોઈ કારણસર સ્થાન બદલી શકાય તેમ ન હોય તો ગેસની સગડી સ્લેબ પર રાખવી અને તે સ્લેબની નીચે જળથી ભરેલું તાંબાનું પાત્ર રાખવું, જેનું જળ સવાર-સાંજ બદલતા રહેવું. તે સાથે અગ્નિ ખૂણામાં લાલ બલ્બ લગાવવો જોઈએ. જો ચૂલો આંગણામાં હોય તો જળનું પાત્ર ચૂલાની નજીક મૂકવું.

સ્ટોરરૂમ
રસોડામાં ઈશાન અને અગ્નિ ખૂણો અર્થાત્ ઉત્તર-પૂર્વ અને દક્ષિણ પૂર્વની વિદિશાઓ સ્ટોરરૂમ માટે શુભ મનાઈ છે. આ ખૂણાઓની દીવાલોને અડીને સ્ટોરરૂમ હોવો જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન