Vastu shastra: keep this plants and trees near home which gives prosperity
  • Home
  • Astrology
  • ઘરમાં વાવો આ ફૂલ- છોડ, સુખ સમૃદ્ધિ વગર માંગે આવશે દોડતી

ઘરમાં વાવો આ ફૂલ- છોડ, સુખ સમૃદ્ધિ વગર માંગે આવશે દોડતી

 | 12:21 pm IST

વાસ્તુ શાસ્ત્રમાં ઘર અને આસપાસની પ્રકૃત્તિને પણ સમાવવામાં આવી છે. જો ઘરની આસપાસ ચોક્કસ પ્રકારનું વાતાવરણ હોય તો તેમાં આપોઆપ શુભ ઉર્જાનો વાસ થાય છે. તેની અસર ઘર પરિવાર પર થયા વગર રહેતી નથી. વાસ્તુશાસ્ત્રમાં સુખ-સમૃદ્ધિ જાળવવાના અનેક ઉપાયોનું વર્ણન કરવામાં આવ્યું છે. આ ઉપાયોમાંથી એક છે ઘરમાં શુભ છોડ અને ઝાડ વાવવા. ફુલ-છોડ તેની સુંદરતાથી ઘરની શોભામાં અભિવૃદ્ધિ તો કરે જ છે પરંતુ તેની સાથે ઘરમાં સુખ-શાંતિને પણ આકર્ષે છે. આવા છોડમાં મની પ્લાન્ટ, પીપળો, તુલસી વગેરે તો સમાવેશ થાય છે જ. પણ એ સિવાય અન્ય 4 પ્રકારના છોડ છે જેને ઘરમાં વાવવાથી સુખ-શાંતિમાં વધારો થાય છે. તો આવો જાણીએ ક્યાં ક્યાં છે આ છોડ…

1.
વાસ્તુશાસ્ત્રના મુજબ ઘરમાં દાડમના છોડ લગાવવા જોઈએ. દાડમ એક ગુણકારી છોડ છે. માનવામાં આવે છે કે તેનાથી ગ્રહ દોષ દૂર થઈ જાય છે. વ્યક્તિને સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે.

2.
મોટાભાગના ઘરમાં જાસૂદનો છોડ જોવા મળે છે. જાસૂદના ફૂલ ભગવાન ગણેશને પ્રિય હોય જ છે. આ ફુલ જેટલા સુંદર હોય છે તેટલા જ લાભકારક પણ હોય છે. આ છોડ ઘરમાં લગાવવાથી જીવનની અનેક સમસ્યાઓ દૂર થાય છે.

3.
ઘરના ગાર્ડનમાં દૂર્વા હોવા પણ શુભ મનાઈ છે. આ ઘાસને દેવીનું રૂપ માનવામાં આવે છે. જો કે આ દૂર્વા ગણેશજીને ચડાવવાથી સુખ-સંપત્તિ અને સંતાનની પ્રાપ્તિ થાય છે.

4.
ભગવાન શિવને બીલીપત્ર ખૂબ જ પ્રિય છે. આ ઝાડમાં ભગવાન શિવનો વાસ હોય છે. જ્યાં આ વૃક્ષ હોય છે ત્યાં લક્ષ્મીજીનો પણ વાસ રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન