keep trying until you succeed watch toddler viral video On internet
  • Home
  • Featured
  • ખાલી મૂછને તાવ દઈને થોડા જ પ્રયાસોમાં હાંફી જનારાને આ ટેણિયું ઘણું શીખવી જાય છે, જોઈ લો VIDEO

ખાલી મૂછને તાવ દઈને થોડા જ પ્રયાસોમાં હાંફી જનારાને આ ટેણિયું ઘણું શીખવી જાય છે, જોઈ લો VIDEO

 | 4:49 pm IST

ઘણા લોકો ખાલી વાતોમાં મોટી મોટી ફેંકતા હોય પણ જ્યારે પ્રયત્ન કરવાનો આવે કે મહેનત કરવાની આવે ત્યારે થોડી જ વારમાં હાંફી જાય છે. પછી કંટાળીને કામને પડતું મુકી દે છે. પરંતુ કહેવાય છે કે ‘જે લોકો પ્રયત્ન કરે છે તે કદી હાર નથી માનતા. અને એક દિવસ તેને સફળતા પણ જરૂર મળે છે. પરંતુ આ એક બાળક છે જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

વીડિયો જોયા પછી ઘણા લોકોને પ્રયાસ કરવાની હિંમત આવી જાય એવું છે. સોશિયલ મીડિયા જગતનો આ વીડિયો હાલમાં ભારે ચર્ચામાં છે. ટ્વિટર પર આ વીડિયો શેર કરવામાં આવ્યો છે. તેણે કેપ્શનમાં લખ્યું છે, “તમને સફળતા ન મળે ત્યાં સુધી પ્રયત્ન કરતા રહો.”1 મિલિયનથી વધુ વ્યૂઝ તો આ વીડિયોને ગણતરીના કલાકોમાં જ મળી ગયા હતા. હજુ પણ શેર થઈ રહ્યો છે.

વીડિયોમાં એક બાળક સીડીથી નીચે ઉતરવા માટે સ્કેટબોર્ડ સ્ટંટ ચલાવી રહ્યો છે. જો કે, સ્ટંટ કરતી વખતે તે વારંવાર પડે છે. તેના તમામ પ્રયત્નો નજીકના કેમેરામાં કેદ થયા છે. અંતે તે આ સ્ટંટને સુંદર રીતે પુરું કરે છે. આ સાથે જ તે જનતાને સંદેશ આપે છે કે જે લોકો પ્રયાસ કરે છે તે પરાજિત નથી થતા. હા, ત્યાં સુધી પહોંચવા માટે સમય ચોક્કસપણે લાગે છે. પણ સફળતા જરૂર મળે છે!

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન