કિચનને રાખવું છે સ્વચ્છ, તો કરો આ ટીપ્સનો ઉપયોગ - Sandesh
  • Home
  • Lifestyle
  • કિચનને રાખવું છે સ્વચ્છ, તો કરો આ ટીપ્સનો ઉપયોગ

કિચનને રાખવું છે સ્વચ્છ, તો કરો આ ટીપ્સનો ઉપયોગ

 | 7:41 pm IST

હંમેશા મહિલાઓ વધારે સમય કિચનમાં જ નીકાળે છે. તે પોતાના પરિવાર માટે સ્વાસ્થય અને સ્વાદિષ્ટ ખાવાનું બનાવવા માટે કોઇ પણ જાતની કમી નથી રાખતી. આમ તો ગૃહિણી ભોજન બનાવાને લઇને દરેક કામમાં હોશિયાર હોય છે પરંતુ તેમ છતાં ઘણી સમસ્યાનો સામનો કરતી હોય છે. ત્યારે આજે અમે તમને કઇંક એવી કિચન ટિપ્સ બતાવીશું કે કોઇ પણ જાતની પરેશાનીનો સામનો નહી કરવો પડે અને એક સ્માર્ટ ગૃહિણી પણ બની શક છો.

-કિચનમમાં કોઇ પણ કામ પહેલા પોતાના હાથ ધોઇ લો કારણ કે તમારા દ્વારા બનાવેલ ભોજન જંતુ વહિત ન રહે.

-અથાણું અથવા કોઇ પણ વસ્તુને ડબ્બામાં નાખવા સમયે તેની ઉપર સુધી ન ભરવુ. જેથી થોડી જગ્યા રાખવાના કારણે વસ્તુ ખરાબ ન થાય.

-શાકભાજી કટ કરવાના ચાકુ, વગેરે સાધનો ધોઇ લેવા, ત્યારબાદ જ તેનો ઉપયોગ કરવો.

-ડબ્બામાં રાખેલી વસ્તુને જંતુઓથી બચાવવા માટે તેમાં એરંડાનો છંટકાવ કરવો.

-જો તમે પણ રસોડમાં આવનારી જંતુઓથી કંટાળી ગયા છો તો બલ્બની નજીક ડૂંગળીની એક ગાંઠ લગાવી દો. જેનાથી જંતુઓ કિચનથી દૂર રહશે.

-ડબ્બામાં બંધ ચીજ-વસ્તું ખોલ્યા બાદ પોતાની ગુણવતા ખોઇ બેશે છે. જેથી ઉપયોગ કરવો હોય ત્યારે જ તેને ખોલવું.

-કચુંબર કાપવા પહેલાં, શાકભાજીને પોટેશિયમ પરમેંગેનેટમાં ધોઇ લો. જેથી દરેક જંતુઓ સાફ થઇ જશે.

-કિચનમાં શાકભાજીને કાપવા માટે અલગ-અગલ કટિંગ બોક્ષ રાખો. શાકાહારીમાં રહેલા નાના જંતુઓ ભોજન બનાવતા સમયે જ નષ્ટ થઇ જાય છે. આ જંતુઓ
શાકભાજી કટ કરતા સમયે જ તેના પર બેસી જાય છે. જેથી હંમેશા કટ કરવાના અલગ- અગલ બોક્ષ રાખવાં.

-કિચનની સફાઇ કરવા માટે હંમેશા માઇક્રોફાઇબર કપડાનો જ ઉપયોગ કરવો. આ કપડાથી સારી રીતે ગંદકી સાફ થઇ જાય છે અને ચોખ્ખુ કરવામાં સમય પણ
નથી લાગતો.