Kejariwal Says We are with Prime Minster on Pulwama Attack
  • Home
  • Featured
  • વડાપ્રધાન જે પણ નિર્ણય લેશે અમે તેમની સાથે છીએઃ કેજરીવાલ

વડાપ્રધાન જે પણ નિર્ણય લેશે અમે તેમની સાથે છીએઃ કેજરીવાલ

 | 11:25 pm IST

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રવિવારે પુલવામા આતંકવાદી હુમલાને લઇને પોતાના વિચારો રજૂ કર્યા છે. કેજરીવાલે આ હુમલાને લઇને જણાવ્યું હતું કે આ સમય પાકિસ્તાનને આકરો જવાબ આપવાનો છે. પુલવામા કરવામાં આવેલો આત્મઘાતી હુમલો એક કાયરતાપૂર્ણ કૃત્ય છે. આ હુમલો માનવતાની વિરુદ્ધનું છે. દુશ્મનનો મુકાબલો કરવાનું આપણા લોહીમાં જ નથી. સમગ્ર દેશ એક છે અને પાકિસ્તાનને એક જડબાતોડ જવાબ આપવો જોઇએ.

કેજરીવાલે રવિવારે યોજાયેલા એક કાર્યક્રમમાં પુલવામા જિલ્લામાં થયેલા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રંદ્ધાજલિ આપવાના એક કાર્યક્રમાં હાજરી આપી હતી. ગુરૂવારે કાશ્મીરનાં પુલવામા જિલ્લામાં આતંકવાદી હુમલો કરવામાં આવ્યો હતો કે જેમાં સીઆરપીએફના 40 જવાનો શહીદ થયા હતા. આ હુમલાની જવાબદારી જૈશ-એ-મોહમ્મદ આતંકવાદી સંગઠન દ્વારા લેવામાં આવી છે.

આ કાર્યક્રમમાં આપના રાષ્ટ્રીય સંયોજકે કહ્યું કે પાકિસ્તાન વિચારે છે કે તે આવા હુમલાઓ કરી શકે છે અને કંઇ જ નહી થાય. જો કે હવે તેને આકરો જવાબ આપવાનો સમય આવી ચુક્યો છે. આ દેશ પરનો હુમલો છે. આપણે ચુપ બેસી શકીએ તેમ નથી. આ સમયે સમગ્ર દેશ કેન્દ્રની સરકાર, વડાપ્રધાન અને સુરક્ષાદળોની સાથે છે.

આ મંચથી અમે વડાપ્રધાનને કહેવા માંગીએ છીએ કે સમગ્ર દેશ તમારા સમર્થનમાં છે. આ સમય રાજનીતિનો નથી, આપણે બધાએ એક થવાનો છે. પાકિસ્તાનને ખબર પડવી જોઇએ કે આપણે પણ તેમને જડબાતોડ જવાબ આપી શકીએ તેમ છીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન